ગઢડા સ્વામીના સબ જેલના ગુનાહિત પ્રવૃત્તિ ના આરોપીના મોતનો મામલો ઢસા ખાતે દેવીપુજક સમાજના લોકો દ્વારા હાઇવે ચક્કાજામ કર્યો પોલીસ અને સમાજના લોકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો આવ્યા સામે
બોટાદ જિલ્લાના ગઢડા સ્વામીના ની સબ જેલમાં બે દિવસ પહેલા ઢસા પોલીસ સ્ટેશનના ગુનાહિત પ્રવૃત્તિના આરોપી નું મોત નિપજતા મામલે રોષ જેને પગલે પરિવારજનો સ્થાનિક આગેવાનો દ્વારા સમયાંતરે આકરી પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે જેના પગલે ડેડ બોડી સ્વીકારવાનો પરિવારજનો દ્વારા ઈનકાર કરવામાં આવી રહ્યો છે જેને લઇને બોટાદ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓનો મસમોટો કાફલો ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો ત્યાં આજે ઢસાગામે રાજકોટ-ભાવનગર હાઈવે રોડ પર સમાજના લોકો, આગેવાનો, મહિલાઓ સહીત મોટી સંખ્યામાં એકઠા થઇ આજે હાઇવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યાં સુધી જવાબદાર અધિકારી કર્મચારી સામે એફઆઈઆર દાખલ ન થાય ત્યાં સુધી ડેડ બોડી સ્વીકારવામાં આવશે નહીં. તેવું સમાજના લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. જેના પગલે જામના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસનો મસમોટો કાફલો હાઇવે પર પહોંચી ગયો હતો અને મામલો થાળે પાડવા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા જેને લઇ પોલીસ અને સમાજના લોકો વચ્ચે ઘર્ષણના પણ દૃશ્યો સામે આવ્યા હતા.
Recent Comments