fbpx
ગુજરાત

ગરબા ગ્રાઉન્ડ પર ચોર ટોળકીની ખેર નહીં, પોલીસની ૭ ટીમ ખેલૈયાના સ્વાંગમાં તૈનાત

હવે રોમીયોની સાથે ચોરોની પણ ખેર નથી, નવરાત્રીમાં ખેલૈયાના સ્વાગમાં ચોર ટોળકી પણ સક્રિય થઈ ગઈ છે. આ ચોર ટોળકીને પકડવા પોલીસ પણ એક્શનમાં આવી છે. ગરબા દરમિયાન યુવતીઓની પજવણી કરતા રોમીયો અને ચોર ટોળકીને પકડવા પોલીસની ૭ ટીમો તૈનાત કરી દેવાઈ છે. ખેલૈયાના સ્વાગમાં ગરબા ગ્રાઉન્ડ પર હવે પોલીસ પણ તૈનાત રહેશે. નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષાની સાથે ચોર ટોળકી પર પોલીસની ચાંપતી નજર રહેશે. નવરાત્રીમાં ખેલૈયા બનીને ચોર ટોળકી સક્રીય થઈ. તેમને પકડવા હવે ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાના સ્વાંગમા પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. મહિલાઓની છેડતી કરનાર રોમીયો જ નહિ હવે ચોર ટોળકીને પકડવા માટે પણ મહિલા પોલીસની શી ટીમ મેદાનમા આવી છે..

નવરાત્રીના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ગરબાની રમઝટ વચ્ચે ખેલૈયાના સ્વાંગમા અસામાજીક ત્તત્વોની સાથે ચોર ટોળકી પણ સક્રીય થઈ છે. જે મહિલાઓની છેડતી કરીને હેરાન કરે છે તો ચોર ટોળકી મોબાઈલ અને પર્સ જેવી કિંમતી વસ્તુઓની ચોરી કરી છે. આ ઘટનાઓને લઈને હવે અમદાવાદ પોલીસની શી ટીમ મેદાનમા આવી છે. જે કોમર્શિયલ પાર્ટી પ્લોટ પર ટ્રેડીશનલ ડ્રેસમાં વોચમા રહેશે. ખેલૈયાની જેમ ગરબાની રમઝટ વચ્ચે ચોર ટોળકી પર સતત નજર રાખી રહી છે. અમદાવાદ શહેરના ખાનગી પાર્ટી પ્લોટમા ચાલતા ગરબાઓમાં શી ટીમની મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમા બંદોબસ્તની સાથે ચેકીંગ કરીને મહિલાઓને સુરક્ષા સાથે લોકોની કિંમતી વસ્તુઓનુ પણ રક્ષણ કરે છે..

નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષાને લઈને શહેરની તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ શી ટીમ તૈનાત રહેશે. જે શેરી ગરબામાં ખાનગી રાહે વોચ કરશે અને મહિલા પોલીસ પણ રોમિયો પર વોચ રાખી રહી છે. મહિલા પોલીસ દ્વારા શહેરમાં યોજાતા મોટા ગરબામાં ખાનગી રાહે વોચ રાખી રહ્યા છે અને આ તમામ જગ્યા એ પોલીસ દ્વારા ખાનગી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ છે. જાે કે પાર્ટી પ્લોટ અને કલબોમાં આ વર્ષે પણ મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં લોકો વચ્ચે રહી વોચ રાખી રહ્યા અને રોમિયોગીરી કરતા રોમિયોને પાઠ ભણાવશે. બીજી તરફ નવરાત્રીમાં ચોર ટોળકીનો આંતક વધી રહયો હોવાથી ૭ જેટલી ટીમો આ ટોળકીને પકડવા માટે સક્રીય થઈ છે. આ ઉપરાંત મહિલા અને બાળકોની સલામતીને લઈને પણ એકશન પ્લાન તૈયાર કર્યો છે. મહત્વનુ છે કે નવરાત્રીમા રાત્રે પોલીસ રોડ પર યુનિફોર્મમા અને ગરબા સ્થળે ટ્રેડીશનલ ડ્રેસમા શહેરીજનોને સુરક્ષા આપશે.આ ઉપરાંત ટ્રાફિક અને બાઈકર્સ ગેંગ સામે પણ લાલ આંખ કરીને કડક કાર્યવાહી શરૂ કરી છે.

Follow Me:

Related Posts