અમરેલી તા.૨૧ જૂન, ૨૦૨૫ (શનિવાર) ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ થીમ સાથે સમગ્ર જિલ્લામાં ઉજવણી સંપન્ન થઈ હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનના પગલે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં ‘અમૃત સરોવર‘નું નિર્માણ કરવામાં આવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરુપે અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં ગોવિંદપુર સ્થિત અમૃત સરોવર ખાતે યોગ શિબિર યોજાઈ હતી. આ કાર્યક્રમમાં યોગ પ્રશિક્ષકો દ્વારા અમૃત સરોવર ખાતે ૧૦૯ શિબિરાર્થીઓએ યોગ અભ્યાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈ અને નિત્યજીવનમાં યોગનું મહત્ત્વ જાણ્યું હતું.
Recent Comments