રાષ્ટ્રીય

ગરમીની ઋતુમાં તમારી સ્કીન એકદમ ચીપચીપી અને ઓઈલી થઈ જાય છે, તો અપનાવો આ ઉપાય….

ગરમીની ઋતુમાં તમારી સ્કીન એકદમ ચીપચીપી અને ઓઈલી થઈ જાય છે, તો અપનાવો આ ઉપાય….

ઉનાળાની શરૂઆત હવે ધીમે ધીમે થઈ રહી છે. એવામાં સ્કીનનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. કારણ કે ગરમીમાં પરસેવો વળવાના કારણે સ્કીન એકદમ ઓઈલી રહે અને તેના કારણે આપણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરસેવાના કારણે સ્કીન પર અલગ અલગ રોગ પણ થાય છે.

જેથી ઉનાળામાં સ્કીનની કાળજી રાખવી ખુબ જ જરૂરી છે. ત્યારે આવો જાણીએ ક્યા ક્યા ઉપાય અજમાવવા જોઈએ….

મેકઅપથી દુર રહો
ઉનાળામાં બને તો મેકઅપથી દુર રહેવું જો મેકઅપ કરો છો તો  ત્વચાને ક્લીન્ઝિંગ મિલ્કથી સાફ કરો, ત્યાર બાદ ફેસ વોશથી ચહેરો ધોઈ લો.

ફેસવોશ બદલો
ઘણા લોકો આખુ વર્ષ એક જ ફેશવોશ યુઝ કરે છે એટલે કે દરેક સિઝનમાં એક જ પ્રકારનું ફેસવોશ યુઝ કરે છે. તમારી ત્વચા અનુસાર ફેસવોશ પસંદ કરવો જોઈએ. તૈલી ત્વચા ધરાવતા લોકોએ સેલિસિલિક એસિડથી ભરપૂર ફેસવોશ પસંદ કરવું જોઈએ. શુષ્ક ત્વચા ધરાવતા લોકોએ નીચા pH મૂલ્યવાળા ફેસવોશનો ઉપયોગ કરવો જોઈએ

સનસ્ક્રીન લગાવો
ગરમીના દિવસોમાં સનસ્ક્રીન લગાવવું ખૂબ જ જરૂરી છે. શરીરને સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે. ઓછામાં ઓછા 30 SPF સાથે સનસ્ક્રીનનો ઉપયોગ કરો.

પુષ્કળ પાણી પીવો
ઉનાળામાં શરીરને વધુ પાણીની જરૂર પડે છે. પાણીની અછતને કારણે ત્વચા ખૂબ જ નિસ્તેજ થઈ જાય છે. આ માટે દરરોજ પુષ્કળ પાણી પીવો. પાણી તમારા શરીરમાંથી ઝેર દૂર કરે છે. તે તમારા શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે.

Related Posts