fbpx
ભાવનગર

ગવર્ન્મેન્ટ આઈ.ટી.આઈ.કોલેજ તળાજા ખાતેથી ટાટા મોટર્સ કંપનીમાં ૪૪ વિદ્યાર્થીઓની પસંદગી

સરકારી આઈ.ટી.આઈ. કોલેજ તળાજા ખાતે આજ રોજ મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત ટાટા મોટર્સ કંપની -સાણંદ માટે એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો હતો.

        જેમાં આઈ.ટી.આઈ. તળાજા તથા અન્ય આઈ.ટી.આઈ.ના ૬૨ તાલીમાર્થીઓનું રજીસ્ટ્રેશન થયેલ અને તેમાંથી ૪૪ થી વધુ તાલીમાર્થીઓની ટાટા કંપનીમાં પ્રાથમિક પસંદગી થઈ છે.

        ખાસ વાત એ છે કે, સંસ્થાના ૭ જેટલા વિદ્યાર્થીઓને આઈ.ટી.આઈ .ના ચાલુ અભ્યાસે જ નોકરી મળી ગઈ છે.જે  તળાજા આઈ.ટી.આઈ. ની મહત્વની  સફળતા ગણી શકાય.

        વધુમાં સરકારી આઈ.ટી.આઈ. કોલેજ ભવિષ્યમાં પણ તળાજા તાલુકાના યુવાઓ માટે રોજગારીલક્ષી કાર્ય માટે હમેશા પ્રયત્નશીલ રહેશે તેમ સંસ્થાના આચાર્યશ્રી જયભાઈ દવે અને પ્લેસમેન્ટ ઇન્ચાર્જશ્રી પી.બી.વકાણીએ માહિતી આપતાં જણાવ્યું હતું.

        આ ભરતી મેળાને સફળ બનાવવા માટે સંસ્થાના ફોરમેનશ્રી સી.વી. પટેલ અને શ્રી ટી.બી.ખસીયા તેમજ સમગ્ર સ્ટાફએ જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts