ગાંધીનગરના અંબોડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે આજે મિની પાવાગઢ- શ્રી મહાકાલી મંદિરનું લોકાર્પણ કરાશે

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ પ્રાચીન મંદિરનું અંદાજે રૂ. ૦૨ કરોડના ખર્ચે નવીનીકરણગાંધીનગરના માણસા તાલુકાના અંબોડ ગામમાં આવેલું અતિ પ્રાચીન શ્રી મહાકાલી મંદિરનું આવતીકાલ તા. ૨૪ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે માણસા અને વિજાપુરના ધારાસભ્યશ્રીઓ, ટ્રસ્ટીઓ તેમજ માઈ- ભક્તો ઉપસ્થિત રહેશે.
સાબરમતી એટલે કે, સાબર મૈયાના નયનરમ્ય ખોળે બિરાજમાન શ્રી મહાકાલી માતાનું મંદિર લગભગ ૬૧૧ વર્ષ જેટલું પ્રાચીન છે. રાજ્ય સરકાર દ્વારા વિકાસ ભી, વિરાસત ભી’ ના મંત્ર સાથે આસ્થાના કેન્દ્રનું સંવર્ધન થઇ રહ્યું છે. જેના પરિણામે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ પ્રાચીન મંદિરનું અંદાજે રૂ. ૦૨ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લોક વાયકા મુજબ ૧૫ મી સદીમાં આ મંદિરનું ત્રણ પથ્થરના ગોખમાં દિવા-અગરબત્તી કરી માતાજીને સ્થાપના કરી હતી જેથી આ મંદિરને મીની પાવાગઢ તરીકે પ્રચલિત થયું છે. આજે રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં યાત્રાળુઓ માતાજી પર આસ્થા રાખી દર્શનાર્થે આવે છે.
Recent Comments