રાજ્યના બોર્ડ અને નિગમના કર્મચારીઓ પૈકી ૬ બોર્ડ-નિગમના કર્મચારીઓને રાજય સરકાર પેન્શન આપી રહી છે, બાકીના ૩૩ બોર્ડ-નિગમના કર્મચારીઓને પેન્શન મળતું નથી. આથી આ કર્મચારીઓ આંદોલન ચલાવી રહ્યા હતા. કર્મચારીઓએ પેન્શન મેળવવા માટે રાજય સરકાર દ્વારા અત્યાર સુધીમાં સીપીએફમાં કર્મચારીઓના સીપીએફ એકાઉન્ટમાં જમા કરાવેલા રૂ. ૧૦૦ કરોડ પણ પરત કરવા તૈયાર છે. કર્મચારીઓએ પોલીસ પગલા ભરતી હોવાથી અત્યારે તો આંદોલન મોકૂફ રાખ્યું છે,પણ આગામી દિવસોમાં નવી રણનિતી સાથે આંદોલન કરે તેવી શકયતા છે. રાજ્ય સરકારના કુલ ૩૯ બોર્ડ-નિગમ છે. આ કર્મચારીઓની સીપીએફ ફંડમાં રાજ્ય સરકાર ૧૦ ટકા રકમ જમા કરાવે છે. સીપીએફ એકાઉન્ટમાં કર્મચારી્ના પગારમાંથી કપાતી રકમ ૧૦૦ કરોડ જેટલો થાય છે તેમ કર્મચારીનું કહેવું છે.
ગાંધીનગરમાં નિગમ કર્મચારીઓની માગ, સીપીએફના ૧૦૦ કરોડ પરત લઈ પેન્શન આપો

Recent Comments