ગાંધીનગરમાં શિક્ષક સંઘ દ્વારા મોરારિબાપુના વ્યાસાસને રામકથા પ્રારંભ થયો છે
પાટનગર ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ આચાર્ય’ પ્રારંભ થયો છે. નિજાનંદ પરિવારના શ્રી ડાહ્યાભાઈ ભરવાડ તથા શ્રી હિરાભાઈ ભરવાડના સંકલન સાથે શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા પ્રારંભે સંતો મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું. અહી શ્રી ઘનશ્યામપુરીજી, કેન્દ્રીયમંત્રી શ્રી પુરૂષોત્તમ રૂપાલા, શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષક સંઘ પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરાયું. મહામંત્રી શ્રી સતીષભાઈ પટેલ સાથે હોદ્દેદારો અને નિજાનંદ પરિવાર તથા કાર્યકર્તાઓનું સુંદર સંકલન રહ્યું છે. રામકથા દરમિયાન લોક ડાયરા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો થયા છે. અહી વિવિધ ક્ષેત્રના મહાનુભાવો સાથે સમગ્ર રાજ્યમાંથી પ્રાથમિક શિક્ષક પરીવાર અને ભાવિક શ્રોતાઓ મોટી સંખ્યામાં જોડાયા છે.
Recent Comments