ગાંધીનગર જિલ્લાના માધવગઢ ખાતે સીઆરપીએફ ગાંધીનગરને ફાળવવામાં આવેલ જમીનમાં ફાયરિંગ રેન્જ આવેલી છે.આ ફાયરિંગ રેન્જમાં તા.૦૬,ઓગષ્ટથી ૦૮ ઓગષ્ટ, ૨૦૨૪ સુધી કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળની ફાયરિંગ પ્રેક્ટીસ હોઈ સલામતી અને સુરક્ષાના કારણોસર ગાંધીનગર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દિગંટ બ્રહ્મભટ્ટે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા આ ફાયરિંગ વિસ્તારમાં ફાયરિંગ પ્રેક્ટકલ દરમિયાનનાં દિવસોમાં સવારના ૦૬ વાગ્યાથી રાત્રીના ૧૨ વાગ્યા સુધી પ્રવેશબંધી ફરમાવી છે. ઉપરાંત ફાયરિંગ રેન્જની જવાબદારી સંભાળતી ઓથોરિટીએ સલામતીની ચુસ્ત વ્યવસ્થા કરવા પણ આ જાહેરનામાંમાંજણાવવામાં આવ્યુ છે.
ગાંધીનગર જિલ્લાના માધવગઢ ખાતેની ફાયરિંગ રેન્જમાં પ્રવેશબંધી


















Recent Comments