fbpx
ગુજરાત

ગાંધીનગર શહેરમાં રક્ષાશક્તિ સર્કલ ઓવરબ્રિજનું ૧૫ દિવસમાં થશે લોકાર્પણ

ગાંધીનગર શહેરમાં રક્ષાશક્તિ સર્કલ (ધોળાકુવા સર્કલ) પર ૫૨ કરોડના ખર્ચે બની રહેલાં ઓવરબ્રીજની કામગીરી પૂર્ણતાના આરે છે. માર્ચના એન્ડિંગ સુધીમાં ઓવરબ્રીજની કામગીરી પુરી કરવાનું કહેવાયું છે. એટલે કે આગામી પંદરેક દિવસમાં એપ્રિલ મહિનામાં બ્રીજનું લોકાર્પણ કરી દેવાની તૈયારી કરી લેવાઈ છે. ઓવરબ્રીજના લોકાર્પણ સાથે જ ગાંધીનગરના અનેક નાગરિકોને ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મળશે તેવી આશા છે. આ રસ્તા પર દૈનિક ૫૦ હજાર જેટલા લોકોની અવર-જવર રહેતી હોય છે.

જેને પગલે ઓવરબ્રીજ શરૂ થઈ જતાં નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી છૂટકારો મળશે. સ્થાપના સમયે ૧થી ૩૦ સેક્ટર પુરૂતુ સિમિત રહેલાં ગાંધીનગરની સીમાઓ હવે અમદાવાદને અડે છે. વસ્તી સાથે વધેલા વાહનોને પગલે શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ વકરી રહી છે. તેમાં પણ ઓફિસના સમયે અમદાવાદ-ગાંધીનગરને સાંકળતા સરખેજ હાઈવે અને કોબા હાઈવે પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ જાેવા મળે છે.

ગાંધીનગર-અમદાવાદ વચ્ચેના ટ્રાફિક સાથે સરગાસણથી ચિલોડા તરફ આવતા-જતાં વાહનો પણ મોટી સંખ્યામાં હોય છે. આ તમામ વાહનો રક્ષાશક્તિ સર્કલથી પસાર થાય છે, જેના કારણે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાય છે. ત્યારે હવે ઓવરબ્રીજ શરૂ થતાં નાગરિકોને ટ્રાફીકની સમસ્યાથી છૂટકારો મળશે. બે વર્ષ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓવરબ્રીજનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. ત્યારે ઓવરબ્રીજની કામગીરી હવે પૂર્ણતાના આરે છે. જેને આગામી ૧૫-૨૦ દિવસમાં લોકાર્પિત કરી દેવામાં આવશે.

Follow Me:

Related Posts