ગુજરાત

કોઈપણ રાજ્ય કે રાષ્ટ્રના વિકાસ માટે માર્ગો કરોડરજ્જુ સમાન: રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા

માર્ગ અને મકાન વિભાગની વર્ષ ૨૦૨૫-૨૬ની અંદાજપત્રીય માંગણીઓ અંગે વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રીશ્રી વતી રજૂ કરતાં રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, કોઈ પણ રાજ્યના વિકાસમા કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ખૂબ જ અગત્યનું હોય છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે વિકાસનો ચીલો ચાતર્યો છે તે દિશામાં ગુજરાત તેજ ગતિથી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આગળ વધી રહ્યુ છે.

આ અંગે વિધાનસભા ગૃહ ખાતે અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચા કરતાં મંત્રી શ્રી વિશ્વકર્માએ કહ્યું કે, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં “વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું” ની પ્રતિબદ્ધતા દર્શાવતું ગુજરાતનું અત્યાર સુઘીનાં ઇતિહાસનું સૈાથી મોટું બજેટ રજૂ કરાયું છે.
મંત્રીશ્રીએ કહ્યું કે, કોઈપણ રાજ્ય કે રાષ્ટ્રના વિકાસ માટે માર્ગો કરોડરજ્જુ સમાન છે. જે અંતર્ગત માર્ગ અને મકાન વિભાગની માંગણીઓમાં ગત વર્ષની સરખામણીએ રૂ. ૨,૫૪૨ કરોડ એટલે કે ૧૧.૪૭ ટકા જેટલો વધારો કરી રૂ. ૨૪,૭૦૫ કરોડની માંગણીઓ મંજૂર કરવામાં આવી છે.

રાજ્યમાં માર્ગોના વ્યાપક નેટવર્ક અંગે વિગતો આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, રસ્તા બનાવવામાં ગુજરાત અન્ય રાજયોની સાપેક્ષમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. ગુજરાતના ૯૯.૯૨ ટકા ગામડાઓ પાકા રસ્તાઓથી જાેડાયેલા છે. છેલ્લા બે દાયકામાં રોડ નેટવર્ક માં ૨૪ ટકાનો વધારો થયો તેમજ આશરે ૬૦ ટકા રોડની કેપેસિટીમાં વધારો થયો. યુનેસ્કોમાં વર્લ્ડ હેરિટેજનું સન્માન મળેલા ધોળાવીરા સુધી પહોંચવા અને વિશ્વ પ્રસિદ્ધ ધોરડોના સફેદ રણ સુધી પહોંચવા માટે ૩૦ કિ.મી. લાંબા રોડ ટુ હેવન બનાવામાં આવ્યો છે.

વિવિધ ક્ષેત્રે રાજ્યમાં થયેલા વિકાસ અંગેની માહિતી આપતાં મંત્રી શ્રી વિશ્વકર્માએ કહ્યું કે, આજે પીન થી લઈને પ્લેન સુધીનું મેન્યુફેક્ચરીંગ ગુજરાતમાં થઈ રહ્યુ છે. ટેક્ષટાઈલ હોય કે ફાર્મા, એન્જીનીયરીંગ ક્ષેત્ર હોય કે ડાયમંડ ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લીધે વાઈબ્રન્ટ ગુજરાતની ભવ્ય સફળતાના આપણી સમક્ષ છે. વર્ષ ૨૦૨૪માં આયોજીત થયેલ વાઈબ્રન્ટ ગુજરાતમાં ૨૬.૩૩ લાખ કરોડના સ્ર્ંેં થયા છે. વિશ્વનો સૌથી મોટો ૩૦૦૦૦ મેગા વોટની ક્ષમતા ધરાવતો વિન્ડ સોલર હાઇબ્રીડ પાર્ક કચ્છમાં નિર્માણ પામ્યો છે.

વર્ષ ૨૦૨૫-૨૬ બજેટમાં સૂચવવાએલી જાેગવાઈઓ વિશે વાત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રથમ તબકકામાં કુલ ૧૧૧૦.૦૦ કિ.મી., ૫ એકસપ્રેસવેની કામગીરી માટે બજેટમાં રૂા.૫૨૦ કરોડની જાેગવાઇ કરાઈ છે. જેમાં, વિકસીત ગુજરાતની દિશામાં આ વર્ષના બજેટનું મહત્વનું સોપાન એટલે નમો શકિત એકસપ્રેસ-વે છે. ગુજરાત બજેટની આ વર્ષની સોથી મોટી બાબતો વિશે જણાવતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ઉત્તર ગુજરાતનું સૌરાષ્ટ્ર સાથે જાેડાણ કરવા માટે ડીસા-પીપાવાવ સુધીનો ૪૩૦ કિ.મી. લંબાઇના નમો શક્તિ એક્સપ્રેસ-વેને રૂ. ૩૬,૧૨૦ કરોડની અંદાજીત રકમથી વિકસાવાશે.

આ ઉપરાંત ગુજરાતના મહત્વના યાત્રાધામ સોમનાથ અને દ્વારકાને જાેડતા ૬૮૦ કિ.મી. એક્સપ્રેસવેને રૂા. ૫૭,૧૨૦ કરોડની અંદાજી રકમથી એક્સેસ-કંટ્રોલ એક્સપ્રેસવે તરીકે વિકસાવવામાં આવશે. આ સૂચિત એક્સપ્રેસ-વે રાજયના ૯ જિલ્લાઓ અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાંથી પસાર થશે અને રાજ્યની અંદાજે ૩૦ ટકા વસ્તીને તેનો લાભ થશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
વિકસિત ગુજરાતની વિભાવના આપતાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રોડ કનેક્ટીવીટીથી લઈને એર કનેક્ટીવીટીની સુવિધાઓ ગુજરાતના નાગરિકોને મળી રહી છે. તેમણે કહ્યું કે, હાઈસ્પીડ કોરીડોર પ્રોજેકટ અંતર્ગત ૧૧૫૫ કી.મી. લંબાઈના રસ્તાઓને રૂા.૧૦,૦૦૦ કરોડની રકમથી “ગરવી ગુજરાત હાઈસ્પીડ હાઇવે પ્રોજેકટ” તરીકે વિકસાવવા માટે પ્રથમ તબકકામાં ૧૨ રસ્તાઓનો વિકાસ કરાશે જેમાં નખત્રાણા – દયાપર – નારાયણ સરોવર, મેંદરડા – કેશોદ – માંગરોળ, કરજણ – ડભોઇ – બોડેલી, દહેગામ – બાયડ – લુણવાડા – સંતરામપુર – ઝાલોદ , અમદાવાદ – હરસોલ – ગાંભોઈ – વિજયનગર, સંતરોડ – દેવગઢ બારિયા – છોટા ઉદેપુરના રસ્તાઓ બનાવાશે.

શ્રી વિશ્વકર્માએ કહ્યું કે, ગુજરાતનો કોસ્ટલ હાઈવે ગુજરાતની સમૃધ્ધિ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટ, તેમજ ટુરીઝમને વેગ આપે છે. રાજયમાં ૧૬૦૦ કી.મી.ના દરિયાકાંઠા પર આવેલ ગામો, માછીમારી પર નભતા કુટુંબો તથા દરિયાકિનારા પર આવેલ પ્રવાસન સ્થળોને સાંકળતો અગત્યનો કોસ્ટલ હાઇવ બનાવાયો છે. જેનાથી વેરાવળ, સોમનાથ, દ્વારકા, દાંડી, ડુમ્મસ, શિવરાજપુર બીચ પ્રવાસનને વેગ મળ્યો છે.

રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે વેગ અંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, છેલ્લા ૧૦ વર્ષમાં ગુજરાત વિદેશી પ્રવાસીઓની મુલાકાતમાં પણ અવ્વલ રહ્યુ છે. અત્યાર સુધીમાં વિશ્વના સૌથી મોટા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ૫ કરોડથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. વિદેશની ધરતી ઉપર જાેવા મળતાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર આજે ગુજરાતની ધરતી ઉપર જાેવા મળે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ–૫૧ પર બેટ-દ્વારકા ટાપુને દ્વારકા સાથે જાેડવા માટે ભારતનો સૌથી લાંબો ૯૦૦ મીટરનો “સુદર્શન સેતુ કેબલ સ્ટેઇડ” બ્રીજ રૂ. ૯૭૮.૯૩ કરોડના ખર્ચે બનાવાયો છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
રાજ્યમાં અત્યાર સુધીમાં કરવામાં આવેલા માર્ગોના વિકાસની વિગતો આપતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજયના એક છેડે થી બીજા છેડે અંબાજી થી ઉમરગામ, ડાંગ થી કચ્છ, વલસાડ થી બનાસકાંઠા, એમ રાજ્યના ઉત્તર-દક્ષિણ અને પુર્વ-પશ્ચિમ ભાગને જાેડતા પ્રગતિપથના નવ કોરીડોરને વધુ સલામત અને ઝડપી મુસાફરી થઇ શકે તે માટે ચારમાર્ગીયકરણના રૂા.૮૪૫.૯૫ કરોડની રકમના ૨૭૫.૭૯ કિ.મી. ના કામ પૂર્ણ કર્યા છે. આ જ પ્રકારે “મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના” અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ સુઘીમાં ૬૦૪૧૩ કિ.મી. ના ૨૪૯૩૬ કામો પુર્ણ કર્યા છે. જ્યારે વર્ષ ૨૦૨૪-૨૫ માં રૂ. ૪૭૦૭ કરોડની રકમના ૨૭૯૪ કામો મંજુર કરવામાં આવેલ છે. હાલની સ્થિતિએ રાજ્યમાં નેશનલ હાઈ વેની લંબાઇ ૭,૨૮૦ કી.મી. થાય છે. જે વર્ષ ૨૦૧૫ના સાપેક્ષમાં ૮૮ ટકાનો વધારો દર્શાવે છે.

રાજયમાં કુલ ૪૯ બંદરો (પોર્ટ) આવેલા છે. દેશના કુલ કન્ટેનર હેન્ડલિંગના ૩૯ ટકા હેન્ડલિંગ ગુજરાતના પોર્ટ મારફત થાય છે. જ્યાંથી મહત્વના માલ સમાનની ઇમ્પોર્ટ-એક્ષપોર્ટની કામગીરી થાય છે. જ્યાંથી હાલમાં ગુજરાત ૫૮૨ મિલયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરે છે તેમ મંત્રી શ્રી વિશ્વકર્માએ ઉમેર્યું હતું.

રાજ્યના પાટનગરના માળખાગત વિકાસ અંગે મંત્રીશ્રીએ કહ્યું કે, પાટનગર યોજના પ્રભાગ હેઠળ ડો.જીવરાજ મહેતા ભવન રીડેવલોપમેન્ટ અંતર્ગત રૂા.૧૦૦ કરોડની અંદાજી રકમના સરકારી કચેરી માટેના બે નવા બ્લોક બનવાની કામગીરી હાલ ચાલી રહી છે. ગાંધીનગર-કોબા-એરોડ્રામ રોડ પર રાજસ્થાન સર્કલ ખાતે કેબલ સ્ટેઇડ ઓવર બ્રીજ- અંદાજી રકમ રૂા.૧૩૬ કરોડના ખર્ચે બનવાની કામગીરી કાર્યરત છે.

વિકાસની સાથે પર્યાવરણને કેવી રીતે અવગણી શકાય? તેમ કહેતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સડક તથા બ્રિજ નિર્માણમાં ગ્લોબલ ટેકનોલોજીના ઉપયોગ સાથે ક્વોલિટી વર્ક અપનાવવા આપણે આગળ વઘી રહ્યા છીએ. ગુજરાત સરકારે અમદાવાદ- ધોલેરા હાઇવે બનાવવા માટે ૨૫ લાખ ટન પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને એક ઇકોલોજીકલ પર્યાવરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
માર્ગ અને મકાન વિભાગની વર્ષ ૨૦૨૫-૨૬ની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરાઈ હતી.

Follow Me:

Related Posts