fbpx
અમરેલી

ગાધકડા મુકામે પીડીલાઈટ કંપનીના સહયોગથી ખારસા હનુમાનજી મંદિર ડેમમાં જળસંચય કાર્યનો શુભારંભ

જળસંચય જ સરળ જનજીવનનું રોકાણ એ સૂત્રને સાર્થક કરતાં જળસંચય અભિયાન અંતર્ગત ગાધકડા મુકામે પીડીલાઈટ કંપનીના સહયોગથી ખારસા હનુમાનજી મંદિર ડેમમાં જળસંચય કાર્યનો શુભારંભ કરાવતાં સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા.

જળસંચય અભિયાન અંતર્ગત સાવરકુંડલા તાલુકાના ગાધકડા મુકામે પીડીલાઈટ કંપનીના સહયોગથી ખારસા હનુમાનજી મંદિર ડેમમાં જળસંચય કાર્યનો શુભારંભ કરાવતાં સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા. સાથે જ કિસાનો દ્વારા માટી ઉપાડી ડેમને ઊંડો ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી.  આ કાર્યક્રમમાં સાવરકુંડલા તાલુકા ભાજપના અધ્યક્ષ શ્રી જીવણભાઈ વેકરિયા, અમરેલી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન શ્રી પુનાભાઈ ગજેરા, શ્રી કિશોરભાઈ બૂહા, શ્રી જિતુભાઈ કાછડિયા.કકુભાઈ. સહિતના મહાનુભાવો, કાર્યકરો અને ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts