વડીયાથી હનુમાન ખીજડીયા ગામ તરફ આવેલા પીપળીયા વોંકળા પાસે ખુલ્લી જગ્યાએ રાખેલા શિંગદાણા ફોલવાના મશીનના સ્પેરપાટ્ર્સની ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં આરોપીઓએ રૂ. ૨૦,૦૦૦ની કિંમતના સ્પેરપાટ્ર્સની ચોરી કરી હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ફરિયાદકર્તાના માલિકીનું શિંગદાણા ફોલવાનું મશીન ખુલ્લી જગ્યાએ રાખેલું હતું. આરોપીઓએ એકસાથે મળીને આ મશીનના અલગ-અલગ સ્પેરપાટ્ર્સની ચોરી કરી હતી. બનાવ અંગે વડીયામાં રહેતા ભરતભાઇ ઉર્ફે કાળુભાઇ વેલજીભાઇ ઢોલરીયા (ઉ.વ.૪૨) એ વડીયાના અરમાન
સંધી તથા જેતપુરના સાહીલ સંધી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીઓએ ચોરી કર્યા બાદ આરોપીઓએ વાહન નંબર ય્ત્ન-૦૯-ઢ-૯૨૫૯ માં ચોરી કરેલો મુદ્દામાલ ભરી લીધો હતો અને તેને ભંગારના ડેલે વેચવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન, તેમને આ બાબતની જાણ થતાં તેઓ તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે ભંગારના ડેલાવાળા પાસેથી પોતાની રીતે ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ પરત મેળવી લીધો હતો. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.એમ. ગઢવી વધુ તપાસ કરી રહ્યા છે.
શિંગદાણા ફોલવાના મશીનના સ્પેરપાટ્ર્સની ચોરીઃ વડીયામાં ઈકો વાનમાં મુદ્દામાલ ભરી જતા શખ્સો ઝડપાયા


















Recent Comments