ગારિયાધારમાં વોર્ડ નં. ૧ થી ૭ નો સેવા સેતુ કાર્યક્રમ તા.૧૮ ઓકટોબર ના રોજ યોજાશે

સરકારશ્રીના સામાન્ય વહિવટ વિભાગ ગાંધીનગરના પત્રથી મળેલ સુચના મુજબ નગરપાલીકા કક્ષાનો વોર્ડ નં. ૧ થી ૭ નો સેવા સેતુ કાર્યક્રમ તા. ૧૮/૧૦/૨૦૨૪ ના રોજ એમ. ડી. પટેલ હાઈસ્કૂલના મેદાનમાં, નાનીવાવડી રોડ, ગારીયાધાર ખાતે સવારના ૯-૦૦ કલાક થી રાખવામાં આવેલ છે.આ સેવા સેતુ કાર્યક્રમમાં જુદા જુદા ખાતાઓ/વિભાગોને લગતી અરજીઓ બપોરના ૨-૦૦ કલાક સુધીમાં સ્વીકારવામાં આવશે.અને નિકાલ થઇ શકે તેવી અરજીઓનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવશે. આથી બહોળી સંખ્યામાં ગારીયાધાર શહેર વોર્ડ નં.-૧ થી ૭ ની જાહેર જનતાએ તેનો લાભ લેવા ચીફ ઓફિસર શ્રી ગારીયાધાર નગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.
Recent Comments