fbpx
સૌરાષ્ટ - કચ્છ

ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા નિર્મિત વીર-વીરૂ અમૃત સરોવરના સાંસદ રામજીભાઇ મોકરીયાના હસ્તે સર્વે લતાવાસીયોને શપથ વિધિ કરાવીને કરાયા

રાજકોટ ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા ૧૦૦% લોકભાગીદારી અને આપ સહુના સહકારથી આપને આંગણે ૨૦ વીઘા જમીનમાં અંદાજે ૨૦ કરોડ લીટરથી વધુ વરસાદી પાણી સમાય તેવી કેપેસીટી ધરાવતું વીર-વીરૂ અમૃત સરોવર જે રંગોલીપાર્ક ગેટ -૨ સામે, નવો રીંગરોડ, રાજકોટ. આકાર લઇ રહ્યું છે, તેમાં વાવાજોડા સાથે વરસાદથી અડધું સરોવર પાણીથી ભરાઈ ગયેલું છે, જેના થકી આજુબાજુમાં ૫૦ થી વધુ હાઈરાઇટ બિલ્ડિંગના તળમાં પાણી આવતા તેઓ પાણીના ટાકા મંગાવતા બંધ થયા છે, જેના માટે લતાવાસીઓ દ્વારા નવા નીરની વધામણી માનનીય સાંસદશ્રી રામજીભાઇ મોકરીયાના, પ્રો. ડો. જગતભાઈ તેરૈયાજી તેમજ જમનભાઈ પટેલ ડેકોરા ગ્રુપની ઉપસ્થિતીમાં વિશ્વ યોગ દિવસે જળ બચાવો અભિયાન માટે નીચે મુજબ શપથ સાથે કરેલ હતા. આ પ્રસંગે આમંત્રિત મહેમાન સાંસદશ્રી રામજીભાઇ મોકરિયાજી તેને જણાવેલ કે સાંસદોએ પોતાની ગ્રાન્ટ જીવન ઉપયોગી પાણી બચાવવાના કાર્યમાં વાપરવી જોઈએ, ગીરગંગા પરીવાર ટ્રસ્ટના આ કાર્યને સંપૂર્ણ ગુજરાતમાં લોકો અપનાવે તેવું જણાવેલ.

પ્રો. ડો. જગતભાઈ તેરૈયાજીએ જણાવેલ કે આપણે વર્ષોથી ચાલતી કથાઓમાં પરિવર્તન લાવવું ખૂબ જ જરૂરી છે જેમાં કુદરતી મળતી અણમોલ ભેટો જેમાં વરસાદ સ્વરૂપે મળતું પાણી સમગ્ર સૃષ્ટિની જીવ રક્ષા કરે તેના માટે પ્રકૃતિનું રક્ષણ અતિ જરૂરી છે. જમનભાઈ પટેલ – ડેકોરા ગ્રુપએ જણાવેલ કે બિલ્ડર અને ઉધ્યોગપતીઓ ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા ચાલતા વરસાદી પાણી એક પણ ટીપું દરિયામાં ન જાઇ તેના માટે ચેકડેમો ઊંડા-ઊંચા તેમજ રીપેર કરવા અને નવા બનાવવાના અભિયાનમાં જોડાઈ જઈ તો પાણીનો પ્રશ્ન છે તે કાયમી માટે સ્વપ્ન બની જાઈ. જ્યારે આ સરોવરથી રાજકોટને એક નવું નજરાણું મળેલ છે, જેમાં બાળકો માટે હીંચકા-લપસીયા, તેમજ ફૅમિલી તેમજ સિનિયર સીટીજનો માટે રાજકોટ શહેરમાં ઘર આંગણે વોકિંગ ટ્રેક તેમજ ગાર્ડન સાથે પ્રકૃતિનો આનંદ માણવા મડશે.  ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્રારા છેલ્લા વર્ષમાં ૧૦૦થી વધુ ચેકડેમોનો જીર્ણોધ્ધાર કરીને નવું જીવન દાન આપેલ છે. આ વીર-વીરૂ સરોવરમાં નીરના વધામણાં કરવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઇ સખિયા, પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ, રમેશભાઇ જેતાણી, તેમજ અન્ય ટ્રસ્ટીશ્રીઓ, આગેવાનો, રંગોલી પાર્ક, વાઇટ હેવન એપાર્ટમેન્ટ, તુલસી ગ્રીન એપાર્ટમેન્ટ તેમજ આજુ-બાજુના ભાઈઓ તેમજ બહેનો હાજર રહેલા હતા. 

Follow Me:

Related Posts