ગીરાસદાર રાજપૂત સમાજ દ્વરા શરદ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવેલ
ગીરાસદાર રાજપૂત સમાજ રાજુલા તાલુકામાં ગાયત્રી મંદિર ખાતે શરદ પૂર્ણિમા નિમિતે રાસ ગરબા તેમજ સ્નેહ મિલનનું ભવ્ય આયોજન કરવામાં આવેલ આં પ્રસંગે રાજુલાના મામલતદાર શ્રી હંસરાજ સિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહેલા અને તેમનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ અને તેમના હાથે આં કાર્યક્રમમાં તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવેલ રાજુલા તાલુકામાં વસતા ક્ષત્રિય ગીરાસદાર રાજપૂત સમાજના ભાઈઓ-બહેનો માટે સ્નેહ મિલન સમારોહ તથા રાસોત્સવનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો આજનો આં કાર્યક્રમ રાજુલા શહેરમાં સૌપ્રથમ વાર યોજાયો રાજુલા તાલુકામાં વસતા ક્ષત્રિય ગીરાસદાર રાજપૂત સમાજના પરિવારો બહોળી સંખ્યામાં આં કાર્યક્રમ જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ગીરાસદાર રાજપૂત સમાજ કમિટી રાજુલા તેમજ યુવા કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.
Recent Comments