ફરી એક વાર આ કાળઝાળ ગરમીમાં સૌરાષ્ટ્રમાં આવ્યો ભૂકંપ નો આંચકો, ૪ મિનિટમાં બે વખત ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપનો એક આંચકો ૩.૭ની તિવ્રતાનો અનુભવાયો હતો. જ્યારે ભૂકંપના બીજા આંચકાની તીવ્રતા ૩.૪ની નોંધાઈ હતી. બુધવારે બપોરે ૩ કલાકને ૧૪ મિનિટે અનુભવાયેલા આ ભૂકંપના આંચકાની તીવ્રતા ઓછી હોવાથી આંચકાનો અનુભવ નહીવત હતોભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાળાથી ૧૩ કિલોમીટર દુર નોર્થ ઇસ્ટમાં હોવાનું સામે આવ્યું છે. જો કે ભૂકંપને કારણે અત્યાર સુધીમાં જાનમાલને નુકસાનને લગતા કોઈ સમાચાર સામે આવ્યા નથી.
ગીર સોમનાથમાં ચાર મિનિટમાં ભૂંકપના બે આંચકા આવ્યા

Recent Comments