fbpx
ગુજરાત

ભુજના બહુમાળી ભવનની જી-સ્વાન કચેરીમાં આગ લાગતાં ૧૦૦ જેટલી સરકારી ઓફિસોમાં નેટ કનેક્ટિવીટી ઠપ્પ

રાજકોટ આગજનીની ઘટના બાદ આગના બનાવો ચિંતા ઉપજાવે છે ત્યારે આજરોજ ભુજ શહેરના માહિતી ભવન સામે આવેલા બહુમાળી ભવનમાં સવારે ય્‌-સ્વાન કચેરીમાં શોર્ટ સર્કિંગથી આગ લાગતા અફડાતફડીનો માહોલ જાેવા મળ્યો હતો. જી-સ્વાન કચેરીમાં આગ લાગતા ફેમિલી કોર્ટનો અમુક બિનજરૂરી રેકર્ડ સહિત ટેબલ ખુરશી સહિતનો માલ સામાન બળી ગયો હતો. આગની ઘટનાની જાણ થતાં જ ભુજ નગરપાલિકા હસ્તકના ફાયર બ્રિગેડની ટીમે આગને કાબુમાં લીધી હતી પરંતુ આગને કારણે બહુમાળી ભવન સ્થિત તમામ ઓફિસો ઉપરાંત માહિતી ભવન, ડિસ્ટ્રીકટ કોર્ટ અને ડીઝાસ્ટર મેનેમજમેન્ટ સહિતની ૧૦૦ જેટલી ઓફિસોમાં નેટ કનેકટિવીટી ખોરવાઈ હતી.

સર્વર રૂમમાં પાણી ભરાઈ જતા પુનઃ નેટ કનેક્ટિવીટી ચાલુ કરવાના જાેખમ લેવાયો ન હતો. આ અંગેની જાણ માર્ગ મકાન વિભાગને કરાઈ હતી. આવતીકાલે આ ઓફિસોમાં નેટનેટ કનેક્ટિવીટી ચાલુ થાય તેવા પ્રયાસો કરાશે. બહુમાળી ભવનમાં ભુતકાળમાં આગ લાગવાના નાના બનાવો બની ચુક્યા છે ત્યારે આજરોજ સવારે જી-સ્વાનની ઓફિસમાં શોર્ટ સર્કિંટના કારણે લાગેલી આગથી જાનહાનિ થવા પામી ન હતી. ફેમિલી કોર્ટનો અમુક બિનજરૂરી રેકર્ડ તેમજ ટેબલ ખુરશી સહિતનો માલ સામાન બળી ગયો હતો. પરંતુ, આગના કારણે બહુમાળી ભવનની તમામ ઓફિસો ઉપરાંત માહિતી કચેરી તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટની કચેરી અને ડિસ્ટ્રીકટ કોર્ટમાં નેટ કનેક્ટિવીટી ખોરવાઈ હતી

જે સાંજ સુધીમાં પણ પુનઃ ચાલુ થઈ શકી ન હતી. રાજકોટ આગજનીની ઘટના બાદ ઠેર ઠેર સરકારી કચેરીમાં ફાયરના સાધનો ગોઠવી દેવાયા છે પરંતુ આગ લાગે ત્યારે આ સાધનોને ચલાવવા કેમ તેની પુરતી માહિતી જ કર્મચારીઓ પાસે હોતી નથી. ત્યારે, આજે સવારે ૧૦ વાગ્યાના અરસામાં ઓફિસ નં.૩૦૩-૩૦૪ જે જી-સ્વાનની કચેરી છે તેમાં આગ લાગી હતી. એક ઓફિસમાં જી-સ્વાન ઉપરાંત ફેમિલી કોર્ટનો પણ રેકર્ડ અને માલ સામાન રાખવામાં આવ્યો હોવાથી આગના કારણે બળી ગયો હતો. માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે,જી-સ્વાનની કચેરી હોવાથી સિસ્ટમ ગરમ થવાથી કે શોર્ટ સર્કિંટ થવાથી આગ લાગી હોઈ શકે. પરંતુ,જી-સ્વાનની ઓફિસમાં ઉંદર વાયરોને કોતરી તો નથી રહ્યા ને? કબુતરો નુકસાન નથી પહોંચાડી રહ્યા ને? કોમ્પ્યુટર ગરમ થાય છે કે કેમ? તેની તપાસ આવશ્યક છે

પરંતુ તંત્ર દ્વારા આ અંગેની ચેકિંગ કરવામાં આવતી નથી. આખા બહુમાળી ભવનને જાેડતા વાયર લોડના કારણે એ.સી. પણ આવશ્યક છે. પરંતુ, આ તો ઘટના ઘટે એટલે તંત્રને થોડા સમય સુધી સુઝે છે બાદમાં સ્થિતી જૈસે થે જેવી હોય છે. ભુજ ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલીક જાણ કરાતા બેથી ત્રણ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. જાે કે, આ ઘટનામાં કોઈને જાનહાનિ થવા પામી નથી. ફાયર વિભાગના સચીનભાઈએ જણાવ્યું હતું કે, આગને બુઝાવવા એક ગાડી પાણીનો વપરાશ થયો હતો. તો બીજીતરફ, જી-સ્વાનના જવાબદારોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જેના કારણે વાયરીંય બળી ગઈ હતી.

પણ આગને બુઝાવવાના જે પ્રયાસો થયા તેમાં સર્વર રૂમમાં પાણી ભરાઈ ગયા હતા. જેથી, ફરીથી નેટ કનેક્ટવિટી ચાલુ કરવી અશક્ય હતી. આ અંગેની જાણ માર્ગ મકાન વિભાગને કરાઈ હતી. જેથી, સંબંધિત વિભાગના અધિકારીઓએ સર્વર રૂમની મુલાકાત લીધી હતી. આગના બનાવના પગલે ૧૦૦થી વધુ ઓફિસોમાં નેટ કનેકટવિટી ખોરવાઈ જવાના કારણે અમુક સરકારી કામો અટકી પડયા હતા. આવતીકાલે સર્વર રૂમમાં ઈલેકટ્રીશીયનની મદદથી પુનઃ નેટ કનેકટવિટી ચાલુ કરવાના પ્રયાસો કરાશે. આજે સર્વર રૂમમાં પાણી ભરાયેલા હોવાથી જાે ફરી સર્વર ચાલુ કરવામાં આવે અને ફરી શોર્ટ સર્કિંટ થાય તો રાઉટર ઉડી જવાની શક્યતા રહે જે ઘણું જ મોંઘુ આવે છે.

જેથી, જવાબદારોએ ઉતાવડ કરી ન હતી અને પાણી સુકાવવાની રાહ જાેઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાતના જિલ્લા તથા તાલુકા સ્તરની કચેરીઓમાં લીઝ લાઈનથી જી-સ્વાનની કનેક્ટીવીટી આપવામાં આવી છે. જી-સ્વાન દ્વારા ડીજીટલ માહિતી અવાજ તથા વીડિયોની આપ-લે થાય છે. જી-સ્વાનનું ડેટા સેન્ટર ગાંધીનગર ખાતે આવેલું છે. જી-સ્વાન દ્વારા ગુજરાત સરકારની ઘણી બધી વેબસાઈટસ તથા વેબ એપ્લીકેશન ચાલે છે. રાજકોટની આગજનીની ઘટના બાદ રાજયભરની સાથે ભુજ- કચ્છમાં પણ ઠેર ઠેર ફાયર સેફ્ટીના સાધનો ગોઠવી દેવાયા છે પણ આગ લાગે ત્યારે આવી ઘટના પર કાબુ મેળવવા માટે સાધનોને કેમ ચલાવવા? તેની પુરતી માહિતી કર્મચારીઓ પાસે હોતી નથી. ખરેખર, તો આંતકવાદીઓ પકડાવા માટેની મોકડ્રીલ યોજવામાં આવે છે એ કરતા તો આગ કેમ બુઝાવવી તે અંગેની તાલીમ ગોઠવવાનું આયોજન સીવીલ ડિફેન્સ વિભાગે કરવું જાેઈએ.

આજરોજ બહુમાળી ભવનમાં લાગેલી આગ એટલા માટે ચિંતાજનક છે કે, આ ઈમારતમાં ૧૦૦થી વધુ કચેરીઓ ધમધમે છે. એટલું જ નહીં, નજીકમાં જ કોર્ટ પણ આવેલી છે. ત્યારે, સમયાંતરે બહુમાળી ભવનમાં ગોઠવાયેલી ફાયરની સીસ્ટમ કેટલી હદે કામ કરે છે, તેની ચકાસણ થવી આવશ્યક છે. આગ લાગવાની મોકડ્રીલ યોજીને પાણીનો મારો ચલાવીને સીસ્ટમની ચકાસણી કરવી જાેઈએ. એજન્સી દ્વારા કાગળ પર સાધનોને અપડેટ બતાવી સર્ટિફિકેટને દિવાલ પર ચોંટાડીને કામગીરી કર્યાનો સંતોષ માનવો કેટલી હદે યોગ્ય કહેવાય.? બહુમાળી ભવનમાં ૧૦૦ જેટલી કચેરીઓ હોવાથી ભવનની ચારેકોર કાગળોના ઢગલા જાેવા મળે છે ત્યારે અહિં કામ અર્થે આવતા અરજજદારો સહિતનાઓ દ્વારા સળગતી બીડી ફેંકી દેવાના કારણે આગ લાગવાના ૧૦ જેટલા નાના બનાવો બની ચુકયા છે. જે પાણી છાંટીને બુઝાવી દેવાય છે. વળી, સીસ્ટમ પણ માત્ર લોબીમાં લાગેલી છે ત્યારે આગની આ ઘટનાને પગલે વિચારવા જેવું છે.

Follow Me:

Related Posts