ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા બંદરમાં જેટી બનાવવાની માછીમાર સમાજની રજૂઆત રંગ લાવી
સૌરાષ્ટ્ર ના ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા બંદરમાં અત્યાધુનિક, સુવિધા સભર જેટી બનાવવાની માછીમાર સમાજ વર્ષોથી માંગણી કરી રહ્યો હતો. જેને ધ્યાન માં લેતા સ્થાનિક ભાજપના આગેવાનોની સતત રજૂઆતોથી સફળ થતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ જેટી બનાવવાના કામ માટે બજેટમાં ૨૬૨ કરોડની જાેગવાઈ કરી છે અને આ કામ અંગેનું ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યું છે. જેને જિલ્લા ભાજપ અને માછીમાર સમાજના આગેવાનોએ આવકારી જેટી નિર્માણ થવાથી આ વિસ્તારમાં રોજગારીના અવસર વધવાની સાથે વિકાસ થવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે.ભાજપની રાજ્ય સરકારના જેટી બનાવવાના ર્નિણયને સુત્રાપાડા બંદરના માછીમાર સમાજના દિલીપભાઈ આજણી, પટેલ કરશનભાઇ જીવાભાઈ કોટવાડીયા, પટેલ વીરચંદ જેરાજભાઈ, પટેલ હરેશભાઇ લાલજીભાઈ, પટેલ કાનાભાઈ લખમભાઈ, સરપંચ હિતેષભાઇ ફૂલબારીયા, તા.પ.સભ્ય રમેશ બારીયા સહિતનાએ આવકારી ખુશીની લાગણી વ્યક્ત કરતા કહેલ કે, ભાજપના પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકકર, જિલ્લા પ્રમુખ માનસિંહ પરમાર, બક્ષીપંચ મોરચાના મંત્રી દિલીપભાઈ બારડ સહીતનાની મહેનત સફળ થતા આ વિસ્તારમાં વિકાસનું એક નવું છોગુ ઉમેરાશે.
જિલ્લાના સુત્રાપાડા બંદરમાં માછીમારો માટે પૂરતી સુવિધાનો અભાવ હોવાથી નવી જેટી બનાવવા ઘણા વર્ષોથી માંગણી થઈ રહી હતી. આ અંગે સુત્રાપાડાના વતની એવા પૂર્વ મંત્રી જશાભાઈ બારડ અને સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જેટીને લઈ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળી ભારપૂર્વક રજૂઆત કરી માછીમાર સમાજની વર્ષો જૂની લાગણીથી અવગત કરાવ્યા હતા. જેને ગંભીરતાથી લઈ મુખ્યમંત્રીએ તાજેતરમાં રાજ્ય સરકારએ વિધાનસભામાં રજૂ કરેલા બજેટમાં ખાસ ૨૬૨ કરોડ જેવી માતબર રકમની સુત્રાપાડા બંદરમાં જેટી બનાવવા માટે જાેગવાઈ કરી છે. હાલ આ જેટીનું કામ ઝડપભેર કરાવવા માટે ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવેલ છે. જેને લઈ માછીમાર સમાજમાં હરખની લહેર પ્રસરી ગઈ છે. માછીમાર સમાજની લાગણીને ભાજપ સરકારે સમજીને તે દિશામાં કામ કરવા આગળ વધી છે. જેનાથી આ વિસ્તારમાં આગામી દિવસોમાં રોજગારીની વિપુલ તકો વધવાની સાથે વિકાસના નવા દ્વાર ખુલશે. મત્સ્યોદ્યોગ ક્ષેત્રે સુત્રાપાડા બંદર ભવિષ્યમાં કાઠું કાઢી ઉભરી આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
Recent Comments