ગીર સોમનાથ જીલ્લા ભારતિય જનતા પાર્ટીની કરોબારીની બેઠક જીલ્લા ભાજપ પ્રમુખશ્રી માનસીંહજી પરમારના આધ્યક્ષ સ્થાને વેરાવળ ખાતે માર્કેટીંગ યાર્ડ માં મળતા ભારતિય જનતા પાર્ટીના જનતાલક્ષી કરેલા કામોની ચર્ચા અને આગામી વિધાનસભાની ચુંટણીમાં જીલ્લાની તમામ સીટોમાં ભવ્ય વિજય મેળવવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ભાજપ પ્રદેશ મંત્રીશ્રી રઘુભાઇ હુંબલ , 92 કોડીનાર વિધાનસભાના પ્રભારી અને પૂર્વ ક્રૂષિ મંત્રીશ્રી વી.વી.વઘાસીયા , પૂર્વ ધારાસભ્ય (ધારી )અને પ્રભારીશ્રી મનસુખભાઇ ભુવા , સી.કે.રાઠોડ પૂર્વ ધારાસભ્ય(ઉના) , ગોવિંદભાઇ પરમાર પૂર્વ ધારાસભ્ય(તાલાલા) જયપાલભાઇ ચાવડા અને ચિંતનભાઇ ચૌહાણ વીસ્તારકશ્રીઓ તથાજીલ્લા ભાજપ મહામંત્રીશ્રીઓ ડો.જયેશભાઇ વઘાસીયા , વજુભાઇ વાજા , વિશાલભાઇ વોરા તથા જીલ્લા/ તાલુકા પંચાયત / નગરપાલીકાના પ્રમુખો , તાલુકા- શહેર મંડલના પ્રમુખ, મહામંત્રીઓ , શેલ- મોરચાના પદાધીકારીઓ અને કારોબારી સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા. અંતમાં રાષ્ટ્રપતિ પદના NDA ના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂજીની જીતની ખુશીમાં ફટાકડા ફોડી વધામણા કરી સોમનાથ દાદાના આશિર્વાદ લીધા હતા
Recent Comments