ગુજરાત

ગુજરાતનાં નવા મુખ્યમંત્રી એ અક્ષરધામમાં દર્શન કર્યા


અમદાવાદના ભૂયંગદેવ વિસ્તારમાં સ્વામિનારાયણ બાગની મુલાકાત બાદ મુખ્યમંત્રી અક્ષરધામ પહોંચ્યા હતા જ્યાં મંદિર પ્રસાશન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં શીશ ઝુકાવી ગુજરાતની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. મહત્વનું છે કે રાજનેતાઓ માટે અક્ષરધામ મંદિર અનોખું મહત્વ ધરાવે છે ત્યારે મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ ભગવાનના આશીર્વાદ લઇ રહ્યાં છે.રાજ્યના નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધાર્મિક સ્થળોની મુલાકાતે છે ત્યારે તેમણે અમદાવાદમાં ભૂયંગદેવ વિસ્તારમાં સ્વામિનારાયણ બાગની મુલાકાત લીધી હતી મુખ્યમંત્રીએ ભગવાન સ્વામીનારાયણ દ્વારા સ્થાપિત વિશ્વના સૌ પ્રથમ સ્વામીનારાયણ મંદિર નરનારાયણદેવ, અમદાવાદ દેશ ગાદીના છઠ્ઠા આચાર્યશ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા વર્તમાન આચાર્યશ્રી કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજની શુભેચ્છા મુલાકાત લઈ તેઓશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં. જે બાદ મુખ્યમંત્રી અક્ષરધામ મંદિરની મુલાકાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન એક મિનિટ માટે પહેલાથી જ ટ્રાફિક બંધ કરી દેવાયો હતો જાે કે અગાઉ મુખ્યમંત્રીએ તેમના કાફલા દરમિયાન પ્રજાને પરેશાની ન થતા તે માટે ડ્રાફિકને ઓછો રોકવામાં આવે તેવા ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિર્દેશ કરાયો છે ત્યારે ટ્રાફિકને હળવો રોકીને જ મુખ્યમંત્રીને કાફલો આગળ વધ્યો હતો.

Related Posts