fbpx
બોલિવૂડ

ગુજરાતના એક કોર્ટ કેસને લઈને ટિ્‌વટ કરતા બરાબરની ટ્રોલ થઈ

બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર અવારનવાર વિવાદોમાં ઝંપલાવવા માટે જાણીતી છે. તેમાં પણ કેન્દ્રની મોદી સરકાર વિરૂદ્ધ તો સ્વરા ભાસ્કર વિરોધ ના નોંધાવે તો જ નવાઈ. હવે અભિનેત્રી ગુજરાતના એક કોર્ટ કેસને લઈને ટિ્‌વટ કરતા બરાબરની ટ્રોલ થઈ હતી. સ્વરા ભાસ્કરને ૈંઁજી અધિકારીએ બરાબરનો ઉધડો લીધો હતો. ગુજરાતની એક કોર્ટએ યોગ્ય પૂરાવા ન મળતાં ૧૨૨ લોકોને ૨૦ વર્ષ બાદ છોડી મુકવામાં આવ્યા હતાં. આ મુદ્દાને મુસ્લિમો સાથે જાેડતાં સ્વરાએ સાંપ્રદાયિક ટિપ્પણી કરી હતી. જેનો સીનિયર આઈપીએસ અધિકારી અરૂણ બોથરા એ તેના કાનૂની જ્ઞાન પર સવાલ ઉઠાવતાં નિર્દોષ સાબિત થવા અને યોગ્ય પુરાવા ન મળવા વચ્ચે અંતર સમજાવ્યું હતું. ગુજરાતના સુરતમાં પ્રતિબંધિત સંગઠન એસઆઈએમઆઈ સાથે સંબંધ ધરાવતા ૧૨૨ લોકો વિરૂદ્ધ યુએપીએ હેઠળ વર્ષ ૨૦૦૧માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. લગભગ ૨૦ વર્ષની સુનાવણી બાદ સ્થાનિક કોર્ટે તમામ આરોપીઓને કેસમાંથી મુક્ત કર્યા હતાં. ર્નિણય સંભળાવતાં કોર્ટે ટિપ્પણી કરી હતી કે, સરકારી પક્ષ આરોપીઓએ વિરૂદ્ધ નક્કર પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યો છે માટે તેમને છોડી મુકવામાં આવે છે.

ગુજરાતની કોર્ટના આ ચૂકાદાની સાથે જ સ્વરા ભાસ્કરે તેને મુસ્લિમો સાથે જાેડીને ટિપ્પણી કરી હતી. સ્વરાએ ટ્‌વીટ કરીને કહ્યું હતું કે, તેને સરળ ભાષામાં સમજીએ. લગભગ ૧૦૦થી વધુ મુસલમાન આતંકવાદના ખોટા આરોપોમાં ૨૦ વર્ષોથી જેલની અંદર અંડર ટ્રાયલ રહ્યા. વિચારો ૨૦ વર્ષ. આ વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને સ્વરા ટિ્‌વટર પર બરાબરની ટ્રોલ થઇ હતી. લોકોએ તેના કાનૂની જ્ઞાનની મજાક ઉડાવતા કહ્યું હતું કે, નિર્દોષ સાબિત થવામાં અને યોગ્ય પુરાવા ન હોવામાં ફરક હોય છે. તેણે દરેક કેસમાં એક વર્ગ વિશેષ સાથે જાેડીને સ્વરા ભાસ્કરની ટીકા પણ થઇ હતી.સીનિયર આઈપીએસ અધિકારી અરૂણ બોથરાએ ટ્‌વીટ કરીને કહ્યું હતું કે, કોર્ટને આ કેસનો ચૂકાદો કરવામાં ૨૦ વર્ષ લાગ્યા.

Follow Me:

Related Posts