ગુજરાતના ગામડાઓ અને શહેરોમાં વિકાસકાર્યોનું સુવ્યવસ્થિત રીતે આયોજન સાથે કાર્ય થઈ રહ્યું છે: કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ
કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે અમરેલી જિલ્લાની મુલાકાત લીધી હતી. રુ.૧ કરોડ અને ૪૩ લાખના ખર્ચે તૈયાર થયેલા બગસરા નગર સેવા સદનના નવા બિલ્ડિંગના લોકાર્પણ કાર્યક્રમ કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. બગસરા સ્થિત નૂતન નગર સેવા સદનમાં ઉત્તમ સુવિધાઓ થકી બગસરાના નાગરિકોને સિટીઝન ફ્રેન્ડલી સેવાઓ સરળતાથી પ્રાપ્ત થશે.
કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈએ લોકાર્પણ કાર્યક્રમને સંબોધતા જણાવ્યુ કે, ભૂતકાળમાં નગરપાલિકામાં ઓકટ્રોય સિવાયની કોઈ આવક નહોતી, હવે તસવીર બદલાઇ છે, નગરપાલિકાઓ સશક્ત બની છે. તેમણે ઉમેર્યુ હતુ કે, ગુજરાત સરકારમાંથી હવે સમયસર અને ઝડપથી વિવિધ વિકાસકાર્યો અર્થે ગ્રાન્ટ ફાળવણી માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવે છે, તેના લીધે ગુજરાતના ગામડાઓ અને શહેરોમાં વિકાસકાર્યોનું સુવ્યવસ્થિત રીતે આયોજન સાથે કાર્ય થઈ રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યુ કે, રશિયા-યુક્રેન યુદ્ધના માહોલમાં દેશના ૨૬ હજારથી વધુ નાગરિકોને સુરક્ષિત રીતે દેશમાં પરત લાવવામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘ દૃષ્ટિ ભર્યા નિર્ણયોને લીધે સફળતા પ્રાપ્ત થઈ છે. તેમના દૂરંદેશીભર્યા નેતૃત્વમાં સમગ્ર દેશ એક બનીને વિકાસપથ પર આગળ ધપી રહ્યો છે. આજે સમગ્ર દુનિયામાં ભારત દેશનો ડંકો વાગી રહ્યો છે અને ભારતે દુનિયામાં પોતાની આન, બાન અને શાન વધારી છે.
બગસરા નગર સેવા સદનના નૂતન બિલ્ડિંગ લોકાર્પણ પ્રસંગે બગસરા આપા ગીગા મંદિરના શ્રી જેરામ બાપુ, પ્રદેશ ભાજપના ઉપપ્રમુખશ્રી ભરતભાઈ બોઘરા, નગરપાલિકા પ્રમુખશ્રી જ્યોત્સનાબેન એ.વી. રિબડીયા, નગરપાલિકા ઉપ પ્રમુખશ્રી ભાવનાબેન સોનગરા, બગસરા પ્રાંત અધિકારીશ્રી અને
બગસરા તાલુકા મામલતદારશ્રી,
બગસરા નગરપાલિકા ચીફ ઓફીસરશ્રી જે.જે.ચૌહાણ સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments