અમરેલી

ગુજરાતના રાજ્યપાલશ્રી દેવવ્રત આચાર્યએ આજે અમરેલીના રેડ કોર્નર ચોકથી રાજકમલ ચોક સુધી ના રસ્તા પર ઝાડુ લઈને રોડ ના ખૂણે ખૂણેથી સફાઈ કરી

ગુજરાતના રાજ્યપાલશ્રી દેવવ્રત આચાર્યએ આજે અમરેલીના રેડ કોર્નર ચોકથી રાજકમલ ચોક સુધી ના રસ્તા પર ઝાડુ લઈને રોડ ના ખૂણે ખૂણેથી સફાઈ કરી હતી. રાજ્યપાલશ્રીના આ “સ્વચ્છ ભારત અભિયાન”માં અમરેલી નગરપાલિકાના નવનિર્વાચિત સદસ્યો, જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય, પ્રાંત અધિકારીશ્રી ઉંધાડ, રોટરી તથા લાયન્સ ક્લબના સભ્યો, વગેરે સામેલ થયા હતા. રસ્તાની બન્ને બાજુઓએ ઉભેલા અમરેલી શહેરના શ્રેષ્ઠીઓ અને નાગરિકોએ રાજ્યપાલશ્રીનું અભિવાદન કર્યું હતું.

Related Posts