ગુજરાત સરકારની ઢીલ નીતિથી બેરોજગારીના ઉપદ્રવથી કંટાળી શિક્ષણ અને રોજગાર માં ગુજરાત ખાડે ગયું છે, ગુજરાતના લાખો યુવાનો એજયુકેશન અને રોજગારી માટે ગુજરાત છોડી કેનેડા, યુરોપ,યુ.કે. યુ.એસ. જર્મની, ન્યુઝીલેન્ડ વિદેશમાં રોજગારી માટે ભટકી રહયા છે, દેશ અને રાજય ઉપર ખતરા રૂપ છે.
ગુજરાત સરકાર રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ રહી છે, ગુજરાતમાં દિનપ્રતિ દિન બેરોજગારીનો દર વધતો જાય છે, જેની સામે સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે પરીક્ષા આપવાની લાયકાતમાં ફેરફાર કરે છે, ગુજરાત સરકાર દ્રારા સરકારી ભરતી માટે પરીક્ષાઓ લેવાય છે, જેમાં પણ મસમોટા કોંૈભાડો બહાર આવે છે, જેના મુળ ભાજપના જ નેતાઓ સુધી જતા હોય છે, ભાજપના મળતીયાઓ દ્રારા પરીક્ષા ભરતી કોંૈભાડ કરીને પરીક્ષાઓ રદ કરવામાં આવે છે, જે ગુજરાતના યુવાનો સાથે ક્રુર મશ્કરી સમાન છે.
ગુજરાતના લાખો યુવાનો ગુજરાત છોડી વિદેશમાં એજયુકેશન અને રોજગારી માટે દેશ છોડી રહયા છે : પરેશ ધાનાણી

Recent Comments