આઈએએસગુજરાત સિવિલ લિસ્ટ ૨૦૨૨ મુજબ, રાજ્યમાં આઈએએસ કેડરની કુલ મંજૂર સંખ્યા ૩૧૩ છે. જેમાં સીધી ભરતીથી ૨૧૮ જગ્યા ૯૫ જગ્યા બઢતીથી ભરવાની હોય છે. હાલમાં સંખ્યાબળ ૨૫૨ છે. બહાર ફરજ બજાવતા ૨૦ અધિકારી અને સસ્પેન્શનમાં રહેલા એક અધિકારીને બાદ કરીએ તો, રાજ્યમાં આઈએએસનું સંખ્યાબળ ૨૩૧ છે.
૨૦૧૮ અને ૨૦૧૯ની બેચના ૧૭ અધિકારી આસિસ્ટન્ટ કલેક્ટર છે જ્યારે ૨૦૨૦ની બેચના ૯ અધિકારી સુપરન્યુમરરી આસિસ્ટન્ટ કલેક્ટર છે. રાજ્યમાં ફરજ બજાવતા આઈએએસઅધિકારીઓના સિવિલ લિસ્ટનું એનાલિસીસ કરતાં જાણવા મળે છે કે, ૨૫૨ અધિકારીઓમાંથી ૧૧૯ અધિકારીઓની ઉંમર ૫૦ વર્ષથી વધારે છે. જયારે ૨૨ અધિકારીઓ એવા છે જેમની ઉંમર ૩૦ વર્ષની છે. હાલમાં સૌથી સીનિયર તરીકે ૧૯૮૬ બેચના ૩, ૧૯૮૭ બેચના ૧, ૧૯૮૮ બેચના ૫ અધિકારીઓ છે. ઉપરાંત ૧૯૯૨થી ૧૯૯૪ સુધી ત્રણ વર્ષની બેચના કોઇ અધિકારી નથી.
સૌથી વધારે ૨૦૧૨ તેમજ ૨૦૧૩ની બેચના ૨૧-૨૧ ૈંછજી અધિકારીઓ છે.ગુજરાતમાં આઈએએસકેડરની કુલ મંજૂર સંખ્યા ૩૧૩માંથી હાલમાં ૨૫૨ જ ભરાયેલી છે. ૨૦ સિનિયર અધિકારી ગુજરાતની બહાર ફરજ બજાવે છે. ૪ આઈએએસઅધિકારી દેશ બહાર ફરજ બજાવે છે જેમાં ૩ અમેરિકામાં અને એક જાપાનમાં છે. એક તમિલનાડુ, એક બિહાર અને એક મસૂરીમાં છે. બે અધિકારીઓ પ્રધાનમંત્રી કાર્યાલયમાં છે. એકની જવાબદારી ઓફિસકર ઓન સ્પેશિયલ ડ્યુટી (ટુર) છે જ્યારે એક પીએમના પ્રાઇવેટ સેક્રેટરી છે. બે અધિકારી કેબિનેટ મંત્રીઓના પ્રાઇવેટ સેક્રેટરી છે.
Recent Comments