fbpx
ગુજરાત

ગુજરાતની ૨૬ લોકસભા સીટ ૫ લાખના માર્જિનથી જીતવા ભાજપ તૈયાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૨ મેના રોજ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમણે અમૃત આવાસ યોજનાની બહેનો સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી હતી. તેમણે લાભાર્થી મહિલાઓને પૂછ્યું, તમારી ઓળખાણ આપો? ઘરમાં કોણ કોણ છે? તમને હવે તમારું પોતાનું ઘર મળ્યું છે તો કેવુ લાગે છે? ત્યારે લાભાર્થી મહિલાઓએ પણ વડાપ્રધાનને ઉત્સાહપૂર્વક જવાબ આપી વાત કરી હતી. આમ જાેઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અમૃત આવાસ મહોત્સવ દરમિયાન લાભાર્થીએ સાથે વાત કરીને જનસંપર્કની શરુઆત કરી દીધી છે. હવે આ બીડુ ગુજરાત ભાજપે હાથમાં લઈ લીધું છે જેના અંતર્ગત યુવા મોરચાના કાર્યકર્તાઓ પણ યુવાઓ સાથે જનસંપર્ક કરતા હોય છે. તેઓ ૧૮થી ૨૫ વર્ષના યુવાઓ જે પહેલી વાર મત આપતા હોય છે. તેમનો અલગ-અલગ કાર્યક્રમ થકી સંપર્ક કરે છે અને તેમને પાર્ટી વિશે અને વડાપ્રધાને કરેલા કાર્યોની માહિતી આપવામાં આવે છે અને તેમને ભાજપને વોટ આપવા અથવા જાેડાવવા માટે પણ અપીલ કરવામાં આવે છે.૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની ૨૬ લોકસભા સીટ પાંચ લાખથી વધારેના માર્જિનથી જીતવા માટે સીઆર પાટીલે રણનીતિ ઘડવાની શરુ કરી દીધી છે.

આ વખતે ભાજપનું લક્ષ્ય સોશિયલ મીડિયા મજબૂત કરવુ, વધારેમાં વધારે જનસંપર્ક કરવો અને બુથ સશક્તિકરણ કરવાનું હશે. ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું કે, ભાજપની મૂળશક્તિ લોકસંપર્કમાં છે, તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ સતત લોકોની વચ્ચે રહે છે અને ચૂંટણી આવે એટલે ફરી એક વાર જનતા સમક્ષ જાય છે.ભાજપે એક પ્રેસ કોન્ફરેન્સ દરમિયાન મહાસંપર્ક અભિયાન શરુ કરવાની જાણકારી આપી છે. આ અભિયાન ૩૦ મેથી શરુ થશે અને એના અંતર્ગત ભાજપ ગુજરાતના એક એક ઘર અને એક-એક વ્યક્તિ સાથે મળશે અને પાછલા નવ વર્ષમાં સરકારે કરેલા દરેક કામોને જનતા સુધી પહોંચાડશે. દરેક જિલ્લાઓમાં અલગ-અલગ કાર્યક્રમો થશે. ઉપરાંત સ્થાનિક નાગરિકો સાથે વાર્તાલાપ, વિશિષ્ટ વ્યક્તિઓનો જનસંપર્ક, પ્રબુદ્ધ નાગરિકોના સંમેલન તેમજ વિશાળ જનસભાઓ પણ થશે. આ ઉપરાંત દેશભરમાં ૫૧ જનસભાઓ પણ યોજાશે.જનસંપર્ક ઉપરાંત ભાજપે બુથ સશક્તિકરણ અભિયાન પણ શરુ કર્યું છે અને તેઓ સોશિયલ મીડિયાને મજબૂત કરવાના પ્રયાસો પણ કરી રહ્યાં છે. આ દરેક કાર્યો માટે ભાજપ યુવાઓને પ્રોત્સાહિત કરી રહી છે. યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટે જણાવ્યું કે, બુથ સશક્તિકરણમાં જે બૂથમાં ૩૦ લોકોની સમિતિ બને છે એ સમિતિની અંદર પણ મોટા ભાગે યુવાઓ જાેડાય તેવી તૈયારી ભાજપ કરી રહી છે.સીઆર પાટીલ દ્વારા કમલમમાં જિલ્લાવાર બેઠકો થઈ રહી છે. ઉપરાંત તેઓ ગુજરાતમાં અલગ-અલગ શહેરોમાં થતાં કાર્યક્રમોમાં જાેડાય છે અને ત્યાં પણ કાર્યકર્તાઓને માર્ગદર્શ આપે છે.

કાર્યકર્તાઓ સાથેની બેઠકમાં સોશિયલ મીડિયા કઈ રીતે મજબૂત કરવું તેની રણનીતિ તૈયાર કરી રહ્યાં છે. આ વખતે વોટ્‌સઅપ ઉપરાંત સરલ એપ, નમો એપ, ઈન્ટાગ્રામ, ટિ્‌વટર અને ફેસબુક આ પાંચ એપ ડાઉનલોડ કરે તેવી ઝુંબેશ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે શરુ કરી છે.સરલ એપ દરેક કાર્યકર્તાઓએ ફરજિયાત ડાઉનલોડ કરવાની રહેશે જેના દ્વારા કાર્યકર્તાઓને વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રીના કાર્યક્રમો અને સરકારની યોજનાઓની માહિતી અમુક જ ક્ષણોમાં કાર્યકર્તાઓ સુધી પહોંચે છે, જેથી એ એપ પર વધારે ધ્યાન અપાઈ રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, ગત વિધાનસભાની ચૂંટણી વખતે સોશિયલ મીડિયા પર અટલું ધ્યાન અપાયુ ન હતું જેથી આ વખતે તેઓ પહેલેથી જ તેને મજબૂત કરવામાં લાગ્યા છે.સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અખાત્રીજને દિવસે અન્ય મંત્રીમંડળના સભ્યો સાથે રાજ્યના ૨૪ મોટા મંદિરોમાં મહા સફાઈ અભિયાન હાથ ધર્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના બાલાજી મંદિરમાં સફાઈ કરી હતી. તો સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા સુરતના અંબાજી મંદિરમાં સફાઈ કરવામાં આવી હતી. સોમનાથ, દ્વારકા, ગીરનાર, અંબાજી સહિત મંદિરોમાં પણ સફાઈ અભિયાન થયું હતું અને આ અભિયાનમાં ભાજપના મંત્રીઓ અને ધારાસભ્યો પણ જાેડાયા હતાં.

Follow Me:

Related Posts