ગુજરાતમાં આરોગ્ય સુવિધાઓ વધુ સુદૃઢ બનાવવા વિવિધ ૬૪ સરકારી નર્સિંગ સ્કૂલ- કોલેજમાં ૧,૯૮૫ તેમજ ૯૪૮

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર આરોગ્ય ક્ષેત્ર ઉત્તમ સુવિધાઓ આપવા સતત પ્રયત્નશીલ છે. ગુજરાતમાં વિવિધ ૬૪ સરકારી નર્સિંગ સ્કૂલ અને કોલેજાેમાં ૧,૯૮૫ બેઠકો તેમજ ૯૪૮ ખાનગી સંસ્થાઓમાં ૪૦,૦૯૧ એમ કુલ- ૪૨,૦૭૬ બેઠકો ઉપલબ્ધ છે તેમ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા દ્વારા પૂછાયેલ પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવ્યું હતું.
મંત્રીએ પેટા પ્રશ્ન અંગે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, સરકારી નર્સિંગ સંસ્થાઓમાં એ.એન.એમ અભ્યાસક્રમમાં કુલ -૩૦, જી.એન.એમ.માં કુલ- ૨૩, બી.એસસી.નર્સિંગની ૦૮, પોસ્ટ બેઝિક બી.એસસી. નર્સિંગની ૦૧ તેમજ એમ.એસસી નર્સિંગની ૦૨ એમ કુલ- ૬૪ સંસ્થાઓમાં કુલ- ૧,૯૮૫ બેઠકો ઉપલબ્ધ છે.
જ્યારે ખાનગી નર્સિંગ સંસ્થાઓમાં એ. એન. એમ. અભ્યાસક્રમની કુલ -૨૪૬, જી. એન.એમ.ની- ૩૦૦, બી.એસસી. નર્સિંગની -૨૪૦, પોસ્ટ બેઝિક બી.એસસી. નર્સિંગની- ૧૦૩ તેમજ એમ.એસસી. નર્સિંગની ૫૯ એમ કુલ- ૯૪૮ ખાનગી સંસ્થાઓમાં ૪૦,૦૯૧ બેઠકો ઉપલબ્ધ છે તેમ, મંત્રી એ ઉમેર્યું હતું.
મંત્રી ઋષિકેશ પટેલે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, રાજ્યના અનુસૂચિત જનજાતિ વિસ્તારમાં એ. એન. એમ.ની -૦૮ અને જી. એન. એમ.ની -૦૭ સરકારી નર્સિંગ સંસ્થાઓમાં કુલ- ૪૦૦ બેઠકો જ્યારે એ. એન. એમ.ની -૪૨, જી.એન. એમ.ની- ૫૩, બી.એસસી. નર્સિંગની -૩૧, પોસ્ટ બેઝિક બી.એસસી. નર્સિંગની- ૦૯ તેમજ એમ.એસસી. નર્સિંગની -૦૪ એમ કુલ -૧૩૯ ખાનગી નર્સિંગ સંસ્થાઓમાં કુલ -૫,૭૫૦ બેઠકો ઉપલબ્ધ છે. નવી નર્સિંગ કોલેજાેની મંજૂરી માટે પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહે છે. તમામ નિયત માપદંડ પૂર્ણ કર્યા હોય તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા ઇન્સ્પેક્શન કરીને મંજૂરી આપવામાં આવે છે. ગુજરાતમાં તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં નવી કુલ – ૩૯૩ ખાનગી નર્સિંગ સંસ્થાઓને મંજૂરી આપવામાં આવી છે તેમ મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં ઉમેર્યું હતું.
Recent Comments