ગુજરાતમાં ફરી કોરોના કેસમાં થયો વધારો, લોકોમાં પણ નવી લહેર આવશે તેવી ચિંતા!
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના સંક્રમણના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૩૦૧ કેસ સામે આવ્યા છે. રાહતની વાત છે કે આ દરમિયાન કોઈનું મૃત્યુ થયું નથી. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર બાદ ૧૪૯ લોકો સાજા પણ થયા છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી કુલ ૧૧૦૫૩ લોકોના મૃત્યુ થયા છે.
નોંધનીય છે કે એક દિવસ પહેલાં રાજ્યમાં ૩૦૩ કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં નોંધાયેલા નવા કેસની વિગતો આ પ્રકારે છે… ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં ૧૧૪ કેસ સામે આવ્યા છે. તો મોરબીમાં ૨૭, સુરત શહેરમાં ૨૭, વડોદરામાં ૨૬, રાજકોટ શહેરમાં ૧૯, ગાંધીનગરમાં ૧૮, વડોદરા શહેરમાં ૧૯, અમરેલીમાં ૧૨, બનાસકાંઠામાં ૬, ભરૂચમાં ૬, રાજકોટમાં ૬, ગાંધીનગર શહેરમાં ૪, મહેસાણા અને સુરત જિલ્લામાં ૪, સુરેન્દ્રનગરમાં ત્રણ, કચ્છ અને પોરબંદરમાં બે-બે, અમદાવાદ ગ્રામ્ય, આણંદ, ભાવનગર, સાબરકાંઠા, અને વલસાડમાં એક-એક કેસ સામે આવ્યો છે. રાજ્યમાં કોરોનાની વર્તમાન સ્થિતિ છે આ પ્રકારે… ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને ૧૮૪૯ પર પહોંચી ગઈ છે, જેમાં ૮ દર્દી વેન્ટીલેટર પર છે. જ્યારે ૧૮૪૧ લોકો સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાની સારવાર બાદ ૧૨૬૭૮૬૪ લોકો સાજા થયા છે.
તો કોરોનાની સારવાર બાદ ૧૧૦૫૩ લોકોના મોત થયા છે. ગુજરાતનો રિકવરી રેટ ૯૮.૯૯ ટકા છે. ગુજરાતમાં રસીકરણની સ્થિતિ કઈક આ પ્રકારે થઇ છે… રાજ્યમાં કોરોના સંક્રમણને નાથવા માટે રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. આજે કુલ ૬૬૪ લોકોએ વેક્સીનના ડોઝ લીધા હતા. ગુજરાતમાં અત્યાર સુધી કુલ ૧૨ કરોડ ૮૦ લાખ ૯૯ હજાર ૭૬૧ વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં પ્રથમ બીજાે અને પ્રિકોશન ડોઝ પણ સામેલ છે.
Recent Comments