અમરેલી

ગુજરાતમાં ભાજપના રાજમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળી : અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

ગુજરાતમાં જયાર થી ભાજપનું શાસન છે, ત્યાર થી કાયદો વ્યવસ્થાની સ્થિતી દીન પ્રતિદીન  કથળતી જાય છે, સમગ્ર ગુજરાતમાં રોજ બળત્કાર,ખુન,ચોરી,લુંટફાટ,હપ્તાખોરી,ગુંડાગરદી વગેરે જેવા બનાવો વધી રહયા છે, જેને બળ આપવાનું કામ ખુદ ભાજપના જ નેતાઓ કરી રહયા છે,જેથી કરીને જ ગુજરાતમાં આવી ઘટનાઓ બને છે, આજે સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સનું મોટું નેટવર્ક ભાજપના રાજમાં પથરાયેલું છે, અને ગુજરાતના નવ યુવાનો ડ્રગ્સના રવાડે ચડીને ગુનાહિત પ્રવૃતિ કરવા પાછળ પે્રરાય છે, ગુજરાતમાં દીકરીઓ સલામત નથી, ખુદ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉન સુરત માં જ દિન દહાડે ત્રણ–ત્રણ હત્યાઓ થઈ જાય તો આખા ગુજરાતની શું સ્થિતી હશે તેનો અંદાજ લગાવી શકાય છે, આવા નમાલા ગૃહમંત્રી જો પોતાના જ હોમટાઉન સુરત માં જ મહિલાઓ તથા આમ જનતાને સુરક્ષા ન આપી શકતા હોય તો તત્કાલ રાજીનામું આપવાની માંગ અમરેલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ મનીષ ભંડેરીએ કરી છે.  

Related Posts