fbpx
ગુજરાત

ગુજરાતમાં લોકસભાની બાકી બેઠકો માટે ભાજપ આજકાલમાં બીજી યાદી જાહેર કરે તેવી સંભાવના

કોંગ્રેસે પણ પોતાના ૭ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો માટે ઉમેદવારોના નામોની જાહેરાત શરૂ થઈ ગઈ છે. ભાજપે પ્રથમ યાદીમાં રાજ્યની ૧૫ લોકસભા બેઠકો માટે પોતાના ચહેરા નક્કી કર્યા છે. પાર્ટીએ ૧૦ ઉમેદવારોને રિપીટ કર્યા છે અને પાંચ સીટો પર નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે પણ પોતાના ૭ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આજકાલમાં ભાજપની બીજી યાદી જાહેર થાય તેવી પૂરી સંભાવના છે. ગુજરાતમાં ૨૬માંથી ૨૬ બેઠકો છેલ્લી ૨ ટર્મથી ભાજપ પાસે છે. ભાજપની હેટ્રીક અટકાવવા માટે આ ચૂંટણીમાં આપ અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં હવે માહોલ જામી રહ્યો છે. ભાજપે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં ૧૫ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

પાર્ટીએ પ્રથમ યાદીમાં પાંચ બેઠકોમાં ફેરફાર કરીને નવા ચહેરાઓને તક આપી છે. પાર્ટીની પ્રથમ યાદીમાં બે મહિલાઓને ટિકિટ મળી છે. કોંગ્રેસે ૈં.દ્ગ.ડ્ઢ.ૈં.છ એલાયન્સ હેઠળ આમ આદમી પાર્ટી (છછઁ)ને બે બેઠકો આપી છે. જેમાં ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે. પાર્ટીએ ભરૂચના ડેડિયાપાડાથી ધારાસભ્ય ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને ભાવનગર બેઠક પરથી ટિકિટ આપી છે. કોંગ્રેસે માત્ર સાત ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. રાજ્યની ૨૬ બેઠકો માટે કુલ ૨૪ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે સાત ઉમેદવારોમાંથી બે વર્તમાન ધારાસભ્યો ગેનીબેન ઠાકોર અને અનંત પટેલને ટિકિટ આપી છે.

પોરબંદરથી લલિત વસોયા, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, બારડોલીથી સિદ્‌ઘાર્થ ચૌધરી, અમદાવાદ પશ્ચિમ ભરત મકવાણા અને કચ્છથી નિતિશ લાલનને ટિકીટ આપવામાં આવી છે. કોંગ્રેસે શુક્રવારે (૮ માર્ચ) પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ગુજરાતમાં લોકસભાની કુલ ૨૬ બેઠકો છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીથી ભાજપ તમામ બેઠકો પર ક્લીન સ્વીપ કરી રહ્યું છે. ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ૧૫ અને કોંગ્રેસે ૧૧ બેઠકો જીતી હતી. કોંગ્રેસ અને છછઁ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે ૈં.દ્ગ.ડ્ઢ.ૈં.છ ગઠબંધનમાં લડી રહ્યા છે. ગઠબંધનમાં કોંગ્રેસને ૨૪ અને છછઁને બે બેઠકો મળી છે. ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકોમાંથી છ અનામત છે. તેમાંથી ચાર બેઠકો અનુસૂચિત જાતિ (જી્‌) માટે અને બે બેઠકો અનુસૂચિત જાતિ (જીઝ્ર) માટે અનામત છે. ભાજપ કોઈ પણ સંજાેગોમાં અહીં હેટ્રીક ફટકારવા માગે છે તો કોંગ્રેસ અને આપ મળીને ભાજપની હેટ્રીકમાં ગાબડા પાડવા માગે છે.

૧ કચ્છ (જીઝ્ર) લોકસભા માટે ભાજપે વિનોદ ચાવડા તો કોંગ્રેસે નીતિશ ભાઈ લાલનનું નામ જાહેર કર્યું છે.
૨ બનાસકાંઠામાં ભાજપે ડો. રેખાબેન ચૌધરી તો કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે.
૩ પાટણ લોકસભા પર ભાજપે ભરતસિંહ ડાભીનું નામ જાહેર કર્યું છે.
૪ મહેસાણા – બંનેએ ઉમેદવારો જાહેર કર્યા નથી.
૫ સાબરકાંઠા -બંનેએ ઉમેદવારો જાહેર કર્યા નથી.
૬ ગાંધીનગર લોકસભા માટે ભાજપે અમિત શાહનું નામ જાહેર કર્યું છે.
૭ અમદાવાદ પૂર્વ માટે ભાજપે દિનેશ મકવાણા સામે કોંગ્રેસે રોહન ગુપ્તાનું નામ જાહેર કર્યું છે. –
૮ અમદાવાદ પશ્ચિમ (જીઝ્ર) માટે કોંગ્રેસે ભરત મકવાણાના નામની જાહેરાત કરી છે.
૯ સુરેન્દ્ર નગર -બંનેએ ઉમેદવારો જાહેર કર્યા નથી.
૧૦ રાજકોટમાં ભાજપના ઉમેદવાર તરીકે પરષોત્તમ રૂપાલાના નામની જાહેરાત થઈ છે.
૧૧ પોરબંદર સીટ પર ભાજપે મનસુખ માંડવિયા તો કોંગ્રેસે લલિત વસોયાના નામની જાહેરાત કરી છે.
૧૨ જામનગરમાં ભાજપે પૂનમ માડમનું નામ જાહેર કર્યું છે.
૧૩ જૂનાગઢ -બંનેએ ઉમેદવારો જાહેર કર્યા નથી.
૧૪ અમરેલી -બંનેએ ઉમેદવારો જાહેર કર્યા નથી.
૧૫ ભાવનગરમાં આપે ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરી છે.
૧૬ આણંદમાં ભાજપે જૂના જાેગી મિતેશ પટેલને ઉતાર્યા છે.
૧૭ ખેડામાં ભાજપે દેવુસિંહ ચૌહાણના નામની જાહેરાત કરી છે.
૧૮ પંચમહાલમાં ભાજપે રાજપાલ સિંહ જાધવને ટિકિટ આપી ચે.
૧૯ દાહોદમાં ભાજપે (જીઝ્ર) જસવંતસિંહ ભાભોરનું નામ જાહેર કર્યું છે.
૨૦ વડોદરા -બંનેએ ઉમેદવારો જાહેર કર્યા નથી.
૨૧ છોટા ઉદેપુર (જી્‌) -બંનેએ ઉમેદવારો જાહેર કર્યા નથી.
૨૨ ભરૂચમાં ભાજપનાં મનસુખ વસાવા સામે આપે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી છે.
૨૩ બારડોલીમાં ભાજપના (જીઝ્ર) પ્રભુભાઈ વસાવા સામે કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરીને ટિકિટ આપી છે.
૨૪ સુરત -બંનેએ ઉમેદવારો જાહેર કર્યા નથી.
૨૫ નવસારીમાંથી ભાજપે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું નામ જાહેર કર્યું છે.
૨૬ વલસાડ (જીઝ્ર) કોંગ્રેસે અનંત ભાઈ પટેલને ઉમેદવાર બનાવ્યા છે.

Follow Me:

Related Posts