હાલના સમયમાં રશિયા-યુક્રેન વચ્ચેની યુદ્ધની સ્થિતિને કારણે આગામી સમયમાં તેલના ભાવોમાં વધારો થવાની પણ શક્યતા સેવાઈ રહી છે. સસ્તા ભાવે તેલ વેચવાના બહાને ડિસ્કો તેલનું પણ વેચાણ થવાનો ભય લોકો વ્યક્ત કરી રહ્યા છે. અગાઉ વર્ષ ૨૦૨૦માં આ રીતે તેલના ભાવોમાં ૨૦૦થી ૨૫૦ જેટલો વધારો જાેવા મળ્યો હતો. આમ, ૨ વર્ષમાં તેલના ભાવોમાં ૪૦૦થી ૫૦૦નો વધારો થતાં લોકોના બજેટ ખોરવાઈ ગયા છે.
કોરોનાકાળમાં આર્થિક માર સહન કર્યા પછી હવે મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ, ગૅસ અને શાકભાજીના ભાવોમાં અસહ્ય વધારાનો માર શમ્યો નથી ત્યાં ખાદ્યતેલના ભાવોમાં પણ વધારો થતાં હવે ઘર ચલાવવું ઘણું જ મુશ્કેલ બની રહ્યું છે. આગામી સમયમાં ગાંધીનગરથી ટીમ આવવાની છે. જિલ્લામાં ખાદ્ય વસ્તુની સંગ્રહખોરી કરતા લોકો અને ભેળશેળ કરતા લોકો સામે કાર્યવાહી ચાલુ જ છે. હાલ આગામી તહેવારોને લઇ કાર્યવાહી પણ કરવામાં આવશે. જાે કોઇ ભેળસેળ કરતા કે સંગ્રહખોરી કરતા જણાય તો કાયદેસરની કાર્યવાહી કરાશે. આ વર્ષ બજારમાં કપાસ અને મગફળીની આવક ઓછી તથા પહેલાંથી જ તેલના ભાવમાં વધારો થયો છે, આથી ઉત્પાદન તેલનું ઓછું થતાં ઓછો માલ બજારમાં આવે છે. ઉપરાંત ફ્યુઅલના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટેશન સહિતને કારણે વધારો થાય છે. જ્યારે પામ તેલ, સનફ્લાવર માટે અમેરિકા, રશિયા, મલેશિયા સહિતના દેશો પર ર્નિભર ઇન્ટરનેશનલ કાચામાલની અછતને લઇ ભાવ વધી રહ્યા છે.જિલ્લામાં હાલ ખાદ્યતેલમાં સતત ભાવવધારો થઈ રહ્યો છે. ત્યારે સતત ભાવવધારાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે, જેમાં એક દિવસના જુદા જુદા તેલના વપરાશમાં જિલ્લાભરના લોકોના બજેટ પર રોજ રૂ. ૧૧.૬૦ લાખનો બોજાે પડશે.
પહેલાં સીંગતેલના ભાવ વધતાં લોકો કપાસિયા તેલ તરફ વળ્યા. ત્યારે હવે કપાસિયા તેલના ભાવ પણ વધતાં મધ્યમવર્ગના પરિવારોની મુશ્કેલી વધી ગઈ છે. ઝાલાવાડમાં મુખ્યત્વે સીંગતેલ અને કપાસિયા તેલનો મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવતો હોય છે ત્યારે હાલ ૧ મહિનામાં સીંગતેલ અને કપાસિયા તેલ સહિતનાં તેલના ભાવોમાં સતત વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. હાલમાં ૧ મહિનામાં સીંગતેલના ભાવ પહેલાં રૂ. ૨૩૫૬ આસપાસ રહેતા હતા, એ રૂ. ૨૫૨૦ થઈ ગયા હતા. એ જ રીતે કપાસિયા તેલના ભાવ રૂ. ૨૩૪૦ હતા, જે વધીને રૂ. ૨૫૫૦ થઈ ગયા છે. આમ, કપાસિયા તેલ અને સીંગતેલના ભાવ એકસરખા થઈ જતાં લોકો કયું તેલ ઉપયોગમાં લેવું એની મૂંઝવણમાં મુકાઈ ગયા છે. હાલ જિલ્લામાં રોજના સીંગતેલ, કપાસિયા, સૂર્યમુખી, પામતેલ મળીને રોજ ૨,૦૦૦થી વધુ ડબાનું વેચાણ થતું હોય છે, જેમાં ભાવવધારાને કારણે લોકોને રોજ રૂ. ૧૧,૬૦,૬૦૦નો આર્થિક બોજાનો સામનો કરવો પડી રહ્યો છે.
Recent Comments