સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમા માલધારી સમાજ દ્વારા દૂધના ભાવમાં ૫ રૂપિયા વધારો કરવાની અપીલ

રાજકોટના માલધારી આગેવાનોએ શહેરમાં છૂટક દૂધ વેચતા હજારો પશુપાલકોને બ્રાન્ડેડ દૂધના ભાવ વધે છે તેના પગલે દૂધના ભાવ સંયુક્ત રીતે વધારવા અપીલ કરી જણાવ્યું કે, ગાયોના ખોરાકના ભાવ એક વર્ષમાં બમણાં થઈ ગયા છે. તો આપણે પણ ભાવ વધારો કરવો જાેઈએ. ૫ દિવસ પહેલા જ અમૂલે દૂધના ભાવમાં લિટરદીઠ ૨ રૂપિયાનો વધારો કરી દીધો છે. આ પહેલા ૧ જુલાઈ ૨૦૨૧ના રોજ પ્રતિ લિટર રૂ.૨નો વધારો કરવામાં આવ્યો હતો.

ઇનપુટ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતા (ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડેરેશન)ના સભ્ય સંઘો દ્વારા પણ ખેડૂતોને ચૂકવવામાં આવતી કિંમતમાં પ્રતિ કિલો ફેટ રૂ.૩૫થી રૂ.૪૦નો વધારો કરવામાં આવ્યો છે. જે પાછલા વર્ષ કરતા ૫ ટકા વધુ છે.ગુજરાતની અર્ધી વસ્તી દૂધનો આહારમાં નિયમિત ઉપયોગ કરે છે. કોરોના અસરમાં વેપાર-ધંધાની મંદી વચ્ચે પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો સહન કરી રહેલી પ્રજાને હવે છૂટક દૂધનો ભાવવધારો સહન કરવો પડશે. જ્યાં હવે રાજકોટમાં ૧ લિટરે છૂટક દૂધના ભાવમાં ૫ રૂપિયાનો વધારો નક્કી કરવાની માલધારી સમાજના આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે. બ્રાન્ડેડ દૂધના ભાવ વધે છે તો અમારો શું વાંક

Related Posts