fbpx
ગુજરાત

ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં જાેવા મળ્યા

જાન્યુઆરીના પ્રારંભથી અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એમાં પણ ત્રીજી લહેરમાં તમામ દિવસોએ અમદાવાદમાં નોંધાયેલા કેસ રાજ્યમાં સૌથી વધુ રહે છે. બુધવારે રાજ્યમાં ૨૦,૯૬૬ કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં ૮૩૯૧ કેસ નોંધાયા હતા. જે રાજ્યમાં નોંધાયેલા કુલ કેસના લગભગ ૪૦ ટકા કહેવાય. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં આવતા કુલ કેસમાં અમદાવાદના કેસનો હિસ્સો ૨૫થી ૪૦ ટકા વચ્ચે રહ્યો છે. રાજ્યમાં જેમ જેમ કેસનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ અમદાવાદમાં પણ કેસમાં ઊછાળો નોંધાયો જાય છે. છેલ્લા ૨૪ કલાકમાં મુંબઈમાં કોરોનાના ૬૦૩૨ કેસ નોંધાયા હતા. પરંતુ અમદાવાદમાં ૮૩૯૧ કેસ નોંધાયા છે.

આમ અમદાવાદના કેસ મુંબઈ કરતાં ૨,૩૫૯ કેસ વધુ છે. જાે કે, મુંબઈમાં અંદાજે ૨૩૦૦ કેસ ઓછા હોવા છતાં અમદાવાદની સરખામણીએ ત્યાં મૃત્યુ બમણાં થયા હતા. તબીબી નિષ્ણાતોના મતે મુંબઈમાં કોરોનાનો પિક આવી ગયા પછી કેસમાં ઘટાડો શરૂ થયો છે. હવે આપણે આશા રાખીએ કે અમદાવાદમાં પણ કોરોનાના કેસની પિક આવી જાય અને કેસમાં ઘટાડો શરૂ થાય. બીજી લહેરમાં ૫૭૯૦ કેસની પિક પછી કેસમાં ઘટાડાની શરૂઆત થઈ હતી.શહેરમાં કોરોનાના અભૂતપૂર્વ દૈનિક કેસ નોંધાવા સાથે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. ડોક્ટરો લોકોને ભીડથી દૂર રહેવા તેમજ માસ્ક પહેરવાની અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની સલાહ આપે છે. છેલ્લા ૨ દિવસથી અમદાવાદના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે, દર ૧૦ સેકન્ડે ૧ નવો કેસ નોંધાય છે. બુધવારે તો મુંબઈ કરતાં પણ ૨૩૫૯ કેસ વધારે નોંધાયા હતા. રાજ્યના કુલ કેસના ૪૦ ટકા કેસ અમદાવાદમાંથી આવ્યા હતા જ્યારે ૫૦ ટકા મૃત્યુ પણ શહેરમાં થયા હતા. .

અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ ૮૩૯૧ કેસ નોંધાયા હતા. સમયની સાથે ત્રિરાશિ માંડવામાં આવે તો દર એક મિનિટે ૬ કેસ અને દર ૧૦ સેકન્ડે એક નવો કેસ નોંધાયો કહેવાય. ૨૪ કલાકમાં શહેરમાં કેસની સંખ્યામાં ૨૩૯૩નો તીવ્ર વધારો જાેવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી દૈનિક કેસ નવી ટોચ બનાવી રહ્યા છે. બીજા દિવસે આ નવી ટોચના ૨૨ ટકાથી માંડી ૪૦ ટકા સુધી તેમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાની ત્રણેય લહેરની સરખામણી કરીએ તો અગાઉ ક્યારેય એક દિવસમાં ૬ હજાર કેસ આવ્યા ન હતા.આ વખતે આ રેકોર્ડ તૂટ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાથી ૧૨ દર્દીના મૃત્યુ થયા હતા. આમાંથી ૬ દર્દી એટલે કે લગભગ ૫૦ ટકા દર્દી તો અમદાવાદમાં મૃત્યુ પામ્યા હતા. છેલ્લા ૨ દિવસથી અમદાવાદમાં મૃત્યુનો રેશિયો વધી રહ્યો છે. મંગળવારે નોંધાયેલા ૩ દર્દીના મૃત્યુની સરખામણીએ ૨૪ કલાકમાં મૃત્યુનો દર બમણો થઈ ગયો છે. અગાઉ અમદાવાદમાં ૨૬ મે, ૨૭ મે અને ૨૯ મેએ ૬-૬ દર્દીના મૃત્યુ નોંધાયા હતા. જાે કે, એ વખતે કેસની સંખ્યા ઘણી ઓછી હતી. આમ રાહતની વાત એ છે કે, અમદાવાદમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાવા છતાં મૃત્યુનો દર નીચો રહ્યો છે.

Follow Me:

Related Posts