ગુજરાત

ગુજરાતમાં ૧૩થી ૧૬ એપ્રિલ સુધીમાં વાતાવરણ પલટાશે

ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી પડી રહેલ કાળઝાળ ગરમીમાં બે-ચાર દિવસ આંશિક રાહત મળે તેવી સંભાવના છે. જાે કે, ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારે બફારાનો અનુભવ થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ૧૩ થી ૧૬ એપ્રિલ સુધીમાં રાજ્યના છુટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતના પૂર્વ અને દક્ષિણ ભાગમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે. ૧૩ થી ૧૬ એપ્રિલ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

જે અંતર્ગત ૧૪ થી ૧૫ એપ્રિલે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, કચ્છ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ ૧૬ એપ્રિલ દાહોદ, છોટાઉદેપુર ,નર્મદા જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ગઈકાલે સૌથી વધુ ગરમી રાજકોટમાં નોંધાઈ હતી. રાજકોટ શહેરમાં તાપમાનનો પારો ૪૨ ડિગ્રીએ પહોચ્યો હતો. જાે કે રાજ્યમાં વાતાવરણમાં પલટો આવે તે પહેલા સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં બફારો અને અકળામણ અનુભવાશે. અમદાવાદ સહીત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો સામાન્ય કરતા આંશિક ઉચે રહે તેવી સંભાવના છે.

Related Posts