fbpx
ગુજરાત

ગુજરાતસરકારના વાહનવ્યવહાર વિભાગને સ્ક્રેપ પોલીસી અંગે કોઇ માર્ગદર્શક સૂચના મળી નથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃતવની સરકારે ૧૫ થી ૨૦ વર્ષ જૂના વાહનોને સ્ક્રેપમાં લઇ જવા સ્ક્રેપ પોલીસીની જાહેરાત કરી હતી. ઓગસ્ટ-૨૦૨૧માં ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે મહાત્મામંદિરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય પરિવહનમંત્રી નિતીન ગડકરીએ જાહેરાત કર હતી. પરંતુ આજની સ્થિતિએ ગુજરાતસરકારના વાહનવ્યવહાર વિભાગને સ્ક્રેપ પોલીસી અંગે કોઇ માર્ગદર્શક સૂચના મળી નથી. પર્યાવરણ જાળવણી અને સાથે પેટ્રોલ-ડિઝલની બચતના હેતુથી રાષ્ટ્રવ્યાપી સ્ક્રેપ પોલીસીની જાહેરાત તો ગુજરાતમાંથી થઇ..

ત્યારબાદ ગુજરાત સરકાર તરફથી આ અંદે ખાનગી કંપનીઓ સાથે સંપર્ક કરીને સ્ક્રેપ સેન્ટર , ફિટનેસ સેન્ટર અને ઓટો ટેસ્ટીંગ સેન્ટર શરૂ કરવા સહિતની પ્રક્રિયા આગળ વધી છે. પરંતુ કેન્દ્ર સરકાર તરફથી પોલીસીના અમલ અંગે કોઇ માર્ગદર્શિકા કે સૂચના આજદિન સુધી આવ્યા નથી. પરિણામે સપ્ટેમ્બરના પ્રારંભે જ અમલમાં મૂકાનારી સ્ક્રેપ પોલીસો અમલ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહના અંત સુધી પણ થઇ શક્યો નથી..ત્યારે કેન્દ્ર પોલીસીનો અમલ ક્યારે કરાવશે..? ગુજરાતમાં જૂના વાહનોને ભંગારમાં લઇ જવા અંગેે અમલમાં મૂકાનારી સ્ક્રેપ પોલીસીનો અમલ વિલંબમાં પડ્યો છે. કેન્દ્રીય પરિવહનમંત્રી નિતીન ગટકરીની જાહેરાત પછી પણ ૧ સપ્ટેમ્બરથી જાહેર થયેલી નીતિનો અમલ થયો નથી.

Follow Me:

Related Posts