ગુજરાત ઇન્કમટેક્સના નવા પ્રિન્સિપાલ ચીફ કમિશનર તરીકે રવિન્દ્ર કુમારની નિમણૂંક
ગુજરાત ઇન્કમટેક્સના નવા પ્રિન્સિપલ ચીફ કમિશનર તરીકે રવીન્દ્ર કુમારની નિમણૂંક કરવામાં આવી છે. ૧૯૮૬ બેચના આઇઆરએસ અધિકારી રવીન્દ્ર કુમારે મંગળવારે વિધિવત રીતે ગુજરાતના પ્રિન્સિપાલ ચીફ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો હતો. ગુજરાતમાં નિમણૂંક પહેલા રવીન્દ્ર કુમાર કેરળ ઇન્કમટેક્સના ચીફ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા.
રવીન્દ્ર કુમાર ઝારખંડના વતની છે, તેમણે આઇઆઇટી દિલ્હીમાંથી સિવિલ એન્જીનિયરિંગમાં બી.ટેક કર્યું છે. ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં ૩૪ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા રવીન્દ્ર કુમાર અગાઉ પંજાબ, બિહાર, ઓરિસ્સા, મુંબઇ અને ગુજરાતમાં ફરજ બજાવી ચુક્યા છે. રવીન્દ્ર કુમારની ગુજરાતમાં નિમણૂંક દરમિયાન કોર્પોરેટ ટેક્સ તેમજ વિવિધ કેસમાં ઇન્વેસ્ટિગેટિવ કામગીરી કરી ચુક્યા છે.
આઇઆરએસ રવીન્દ્ર કુમારની બિહારમાં નિમણૂંક દરમિયાન ઘાસચારા કૌભાંડ મામલે મહત્વની કામગીરી કરી ચુક્યા છે. બિહારના ઘાસચારા કૌભાંડમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીને લઇને બિહારના તત્કાલીન મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે રાજીનામું આપવુ પડ્યુ હતું.
રવીન્દ્ર કુમાર સ્પોટ્ર્સમાં રસ ધરાવે છે. રવીન્દ્ર કુમારને ગોલ્ફ રમવાનો પણ શોખ છે તેમજ સાયકલિંગ કરવાનો શોખ ધરાવે છે. આ ઉપરાંત રવીન્દ્ર કુમાર જ્યારે મુંબઇમાં ફરજ બજાવતા હતા ત્યારે તે મુંબઇ મેરીટોરિઅસ સ્પોટ્ર્સ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે.
Recent Comments