ગુજરાત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મનોજ પનારાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો


        ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા માળખામાં જગદીશ ઠાકોરની ટીમમાં મોરબીના યુવા આગેવાન મનોજભાઈ પનારાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મહામંત્રી તરીકે નિમણુક કરવામાં આવી છે ત્યારે જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મનોજ પનારાની નિમણુકને આવકારવા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો 

જે સમારોહમાં ટંકારા-પડધરીના ધારાસભ્ય લલિતભાઈ કગથરા, જયંતીભાઈ પટેલ, કે ડી પડસુંબીયા, ધર્મેન્દ્ર વિડજા, રાજુભાઈ કાવર, નયનભાઈ અઘારા, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ, તાલુકા કોંગ્રેસ,શહેર કોંગ્રેસ , મહિલા કોંગ્રેસ અને દરેક સેલ ફ્રન્ટના પ્રમુખો, આગેવાનો અને કાર્યકરોએ મનોજભાઈ પનારાને અભિનંદન પાઠવ્યા હતા અને તેમની નિમણુકને આવકારી હતી 

મોરબી જીલ્લાની બધી વિધાનસભા બેઠકો કોંગ્રેસ જીતશે તેવો હુંકાર મનોજભાઈ પનારાએ કર્યો હતો કોંગ્રેસ ને જીતાડવા માં કોઈ કસર નહિ રાખે અને તમામ કાર્યકરોને સાથ – સહકાર આપવા વિનંતિ કરી હતી. બીજેપીની તાનાશાહી સામે જનૂન, જોમ – જુસ્સાથી લોકોના પ્રશ્નોને વાચા આપી ઉકેલવાની વાત કરી હતી. કોંગ્રેસ એ ગરીબો, મજૂરો, કિસાનો, મધ્યમ વર્ગ ના લોકોનો પક્ષ છે તેવું મનોજ પનારાએ જણાવ્યું હતું.

Related Posts