જૂનાગઢના ભવનાથમાં શિવરાત્રીના મેળાનો પ્રારંભ થાય તે પૂર્વે પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ આજે બપોરે જૂનાગઢ આવી પહોંચ્યા હતા અને ભવનાથ મંદિરે પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી આ કાર્યક્રમ દરમિયાન જૂનાગઢ શહેર અને જિલ્લાના ભાજપના હોદેદારો કાર્યકરો અને આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સી આર પાટીલે ભવનાથ મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ ભવનાથ મંદિરના મહંત હરીગીરી સહિતના સાધુ સંતો સાથે ખાસ મુલાકાત કરી હતી અને મેળાની સરકારે મંજૂરી આપી છે તે બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને મેળા દરમ્યાન કોઈપણ લોકો કે સાધુ સંતોને કોઈ અગવડતા ન પડે તે માટે સરકાર કટિબદ્ધ હોવાનું પણ પ્રદેશ ભાજપ પ્રમુખ દાવો કર્યો હતો.
ભવનાથ મંદિરના દર્શન કર્યા બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ભારતી આશ્રમ ની મુલાકાત લે હરિહરાનંદ ભારતીજી સાથે બેઠક કરી હતી અને ભારતી બાપુ ના ભંડારા વિશે શુભેચ્છાઓ પાઠવી હતી રશીયા અને યુક્રેન વચ્ચે ચાલતા તણાવ ગુજરાતના અને ભારતના જે લોકો કે વિદ્યાર્થીઓ ફસાયા છે તેને સરકાર તાત્કાલિક પરત લાવવા માટે કટિબદ્ધ હોવાનું મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું
Recent Comments