ગુજરાત વિધાનસભામાં ભાજપે ૧૫૦ બેઠક મેળવવાની તૈયારીઓ શરૂ કરી
સી.આર.પાટીલ પ્રદેશ અધ્યક્ષ હોય સુરતમાં જ કારોબારીની આયોજન થતાં સુરતના કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ જાેવા મળ્યો છે. સરસાણા ખાતે પ્રદેશ કારોબારીની ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સંગઠનના મોટાભાગના હોદ્દેદારો સિનિયર નેતાઓ કારોબારીમાં ભાગ લેશે. કારોબારીનો મુખ્ય એજન્ડા પેજ કમિટી થકી ઘર-ઘર સુધી પહોંચવાનો છે. આમ આદમી પાર્ટી નવી હોવાને કારણે ભાજપને ટક્કર આપી શકે તેવી શક્યતા રહેલી છે. બીજી તરફ કોંગ્રેસ વર્ષોથી સત્તામાં ન હોવાને કારણે સંગઠનની રીતે ખૂબ જ નબળું છે. જેનો સંપૂર્ણ લાભ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી લેવા માટે પ્રયાસ કરી રહી છે. પ્રદેશ કારોબારીમાં સી આર પાટીલ હાજર તમામ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારોને આગામી વિધાનસભામાં કયા મુદ્દાને લઈને આગળ વધવાનું છે તેનું માર્ગદર્શન આપશે. તેમજ અન્ય સિનિયર નેતાઓ પણ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કઈ રીતે લોકો સુધી પહોંચવા પર વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડશે. કારોબારી માટે સુરત શહેર જ કેમ પસંદ કરવામાં આવ્યું તેને લઈને પણ ખૂબ ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસ બાદ ગુજરાતની અંદર રાજકીય હરીફ તરીકે આમ આદમી પાર્ટીનો ઉદભવ થયો છે. સુરત એ ભારતીય જનતા પાર્ટીનું ગઢ માનવામાં આવે છે.
કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન ભાજપના પરંપરાગત મતદારો સૌરાષ્ટ્રવાસીઓએ આમ આદમી પાર્ટી તરફ મતદાન કરીને સૌને ચોંકાવી દીધા હતા. કદાચ ભાજપનું સંગઠન પહેલી વખત લોકોનો મિજાજ જાણવામાં નિષ્ફળ થયું હોય તેવું માની શકાય. જાે આમ આદમી પાર્ટી સુરત શહેરની અંદર પાટીદાર મતદારો ધરાવતી બેઠકો ઉપર ફરી એક વખત જાે આકર્ષવામાં સફળ થાય તો ભાજપને માત્ર સુરતમાં જ નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં પણ મોટું નુકસાન થઈ શકે છે તેમાં કોઈ બેમત નથી. પ્રદેશ અધ્યક્ષ દ્વારા સતત સુરત શહેરની અંદર આમ આદમી પાર્ટીને કેવી રીતે વિધાનસભાની ચૂંટણીમાં પછડાટ આપી તેને લઈને સમયાંતરે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટી સુરત કોર્પોરેશનમાં જે રીતે પ્રજાના પ્રશ્નોને સામે લાવવામાં સફળ થઇ છે તેને કારણે આમ આદમી પાર્ટીનો એક વર્ગ ચોક્કસ સુરતમાં ઉભો થયો છે. આ મતદાર આપ તરફ ન જાય તેને રોકવાની સૌથી મોટી ચેલેન્જ ભાજપ માટે છે.
જાે આમ આદમી પાર્ટીને એક પણ બેઠક ન મળે તેવી સ્થિતિ ઊભી કરી દેવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પણ તેને લાભ થઈ શકે નહીં. કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. જેથી એ ચોક્કસ છે કે સુરત શહેરની વિધાનસભાની ચાર બેઠકો પૈકી એક પણ બેઠક ઉપર કોંગ્રેસને સફળતા મળે એવી કોઈ સ્થિતિ દેખાતી નથી. તેથી હવે ભારતીય જનતા પાર્ટી માટે માત્ર આમ આદમી પાર્ટીને જ રોકવાનું લક્ષ્ય છે. અને આ કામ જાે સુરતમાં સારી રીતે થાય તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૦બેઠકો હાંસલ કરવાનું ભાજપ માટે મુશ્કેલ રહેશે નહીં.સુરતમાં પ્રથમવાર પ્રદેશ ભાજપ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કારોબારીમાં મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિત અપેક્ષિત ૧૦૦૦ જેટલા નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા છે. તમામ સિનયર નેતાઓ પણ કારોબારીમાં પહોંચ્યા છે. ભાજપ આગામી વિધાનસભાને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ બેઠક મેળવવા માટે કોઇ કચાશ રાખવામાં માંગતી નથી. રાજકીય હરિફો આપ અને કોંગ્રેસને પછાડવા માટે તમામ મોરચે આયોજન કરી રહી છે. ભાજપ દ્વારા વિધાનસભામાં ૧૫૦ બેઠક મેળવવાની તૈયારીઓ શરૂ દેવામાં આવી છે.
Recent Comments