ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા સફાઈ કામદારોને ૫૦,૦૦૦ની સહાય મળશે

ગુજરાત સરકારના જાહેર સાહસ એવા ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામપંચાયત વિસ્તારમાં છૂટક ગટર સફાઈનું કામ કરતા રોજમદાર સફાઈકર્મીઓને તેમનું કાર્ય સરળ બનાવવા તેમજ આર્થિક સહાય આપવાના ઉદેશ્ય સાથે જરૂરી ઉપકરણો અને સલામતિના સાધનો જેવાકે ગટરની સફાઈ કરવા માટે જરૂરી ડિઝલ મશીન, લોડીંગ સાઈકલ, પાઈપ તેમજ સલામતીનાં સાધનોની ખરીદી કરવા માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત મહત્તમ રૂા.૫૦,૦૦૦/- ની મર્યાદામાં રાજ્યના લાભાર્થીઓને કોમ્યુટરાઈઝ ડ્રો સીસ્ટમથી સહાય આપવા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
મોરબી જિલ્લામાં લાયકાત ધરાવતા સફાઈ કામદારો તારીખઃ તા.૨૯/૦૨/૨૦૨૪ સુધીમાં નિગમની વેબસાઈટ રંંॅજઃ//ખ્તજાદૃર્હહઙ્મૈહી.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી મંજુર થયા બાદ અરજદારે અરજી ફોર્મની પ્રિન્ટ જરૂરી આધાર- પુરાવા સહિત જિલ્લા મેનેજર ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામકની – કચેરી રૂમ નં.૪૬/ ૪૭, જિલ્લા સેવા સદન શોભેશ્વર રોડ, મોરબી ખાતે તા.૦૬/૦૩/૨૦૨૪ નાં રોજ સાંજે ૬ઃ૦૦ કલાક સુધીમાં જમા કરાવવાની રહેશે. વધુ માહિતી માટે વેબસાઈટની મુલાકાત લેવા અથવા કચેરી સમય દરમ્યાન કચેરીનો સંપર્ક કરવા, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને જિલ્લા નાયબ નિયામક (અ.જા.ક) મોરબીની યાદીમાં જણાવાયું છે.
Recent Comments