fbpx
અમરેલી

ગુજરાત સરકારના વાહન વ્યવહાર મત્રાલય દ્રારા અમરેલી ડીવીઝનને ફળવાયેલ૨૦ નવી એસ.ટી. બસોને લીલીઝડી આપી પ્રસ્થાન કરાવતાનાયબ મુખ્ય દડક કૌશિકભાઈ વેકરીયા અને સાસદ નારણભાઈ કાછડીયા

આજ તા. ૧૬ માચ ૨૦૨૪ ના રોજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા અને અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયા દ્રારા અમરેલી ડીવીઝન ખાતેથી ગુજરાત સરકાર દ્રારા ફળવાયેલ ૨૦ નવી બસોની શાસ્ત્રોક વિધી સાથે પુજા સહ લીલીઝડી અર્પી પ્રસ્થાન કરાવેલ હતુ.

આ તકે સાસદશ્રીએ જણાવેલ હતુ કે, સલામત સવારી-એસ.ટી. અમારીના હેતુ સાથે લોકોની સુખાકારીમા વધારો કરવા માટે ગુજરાત સરકાર હમેશા કટીબધ્ધ છે. ત્યારે ગુજરાત રાજય વાહન વ્યવહાર નિગમ દ્રારા અમરેલી વિભાગીય કચેરીને કુલ-૨૦ નવી બસો ફાળવવામા આવેલ છે. જેમા અમરેલી ડેપોને-૨, સાવરકુડલા ડેપોને-૪, રાજુલા ડેપોને-૧, બગસરા ડેપોને-૨, ધારી ડેપોને-૫, ઉના ડેપોને-૩ અને કોડીનાર ડેપોને-૩ બસ ફાળવવામા આવેલ છે.

વધુમા સાસદશ્રીએ મુખ્યમત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મત્રી શ્રી હર્ષભાઈ સઘવીનો આભાર વ્યકત કરતા જણાવેલ હતુ કે, લોકોની સુખાકારી માટે આ ફળવાયેલ બસો અમરેલી ડેપો ખાતેથી અમરેલી-સુરત સવારે ૦૭:૦૦ કલાકે, અમરેલી-અમદાવાદ રાત્રે ૧૨:૩૦ કલાકે તેમજ સાવરકુડલા ડેપો ખાતેથી સાવરકુંડલા-ભુજ સવારે ૦૬:૦૦ કલાકે, ભુજ-સાવરકુંડલા સવારે ૦૬:૦૦ કલાકે, સાવરકુડલા-દાહોદ સાજે ૦૭:૦૦ કલાકે અને દાહોદ-સાવરકુંડલા સાજે ૦૫:૩૦ કલાકે તેમજ રાજુલા ડેપો ખાતેથી રાજુલા-જામનગર સાજે ૦૫:૩૦ કલાકે અને જામનગર-રાજુલા બપોરે ૦૨:૩૦ કલાકે તેમજ બગસરા ડેપો ખાતેથી બગસરા-વડીયા-સુરત બપોરે ૦૩:૦૦ કલાકે અને સુરત-વડીયા-બગસરા બપોરે ૦૩:૦૦ કલાકે તેમજ ધારી ડેપો ખાતેથી ધારી-વિસનગર સવારે ૦૫:૪૫ કલાકે, વિસનગર-ધારી સાજે ૦૫:૧૫ કલાકે, ધારી-ફતેપુરા બપોરે ૦૧:૩૦ કલાકે, ફતેપુરા-ધારી બપોરે ૦૧:૩૦ કલાકે અને ધારી-કષ્ણનગર બપોરે ૦૪ઃ૩૦ કલાકે બસોનુ સચાલન થશે. આ નવી બસો દ્રારા નાગરીકોને પરીવહનની ઉતમ સુવિધાઓ મળી રહેશે અને મુસાફરી વધુ સુગમ બની રહેશે તેમ સાસદશ્રીએ અતમા જણાવેલ ७.

Follow Me:

Related Posts