અમરેલી ગુજરાત સરકાર ના સંકલિત મહિલા અને બાળ વિકાસ વિભાગ સેવા યોજના અંતર્ગત આંગણવાડી વર્કર હેલ્પર બહેનો ને જિલ્લા કલેકટર શ્રી અમરેલી ની અધ્યક્ષતા માં યશોદા એવોર્ડ એનાયત અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલિયા અમરેલી પાલિકા પ્રમુખ મનીષાબેન રામાણી ની ઉપસ્થિતિ માં અમરેલી જિલ્લા ના આંગણવાડી વર્કર હેલ્પર બહેનો ને વર્ષ ૨૦૧૯-૨૦ અંતર્ગત શ્રેષ્ટ કામગીરી બદલ માતા યશોદા એવોર્ડ એનાયત કરાયો હતો જેમાં અમરેલી જિલ્લા કક્ષાએ દામનગર ના આંગણવાડી વર્કર રેખાબેન કે બોરીચા ને યશોદા એવોર્ડ એવમ ૩૧ હજાર ની ધનરાશિ અને હેલ્પર નેંનાબેન પંડયા દામનગર ને યશોદા એવોર્ડ અને ૨૧ હજાર ની ધનરાશી અર્પણ કરાય આ તકે અમરેલી જિલ્લા સંકલિત મહિલા અને બાળ વિભાગ ના પ્રોગ્રામ ઓફિસર મનીષાબેન બારોટ એવમ અમરેલી જિલ્લા ના વહીવટી તંત્ર ના કર્મચારી અગ્રણી ઓની વિશાળ ઉપસ્થિતિ માં જિલ્લા ભર માંથી આંગણવાડી વર્કર હેલ્પર બહેનો ની વિશાળ હાજરી માં માતા યશોદા એવોર્ડ એનાયત કરાયો હતો
ગુજરાત સરકાર ના સંકલિત મહિલા અને બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત દામનગર ના રેખાબેન બોરીચા ને યશોદા એવોર્ડ એનાયત


















Recent Comments