ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિત વિશ્વમહિલા દિને ‘તેજસ્વિની’ કાર્યક્રમ
ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિત ‘તેજસ્વિની’ કાર્યક્રમ તા. ૮ માર્ચના રોજ સાંજે ૬.૦૦ કલાકે અમદાવાદ મેડિકલ એસોસિએશન હોલ, એચ. કે. કૉલેજ સામે, આશ્રમ રોડ ખાતે યોજાશે. વિશ્વમહિલા દિને કાવ્યપાઠ, કાવ્યગાન અને વક્તવ્યના ત્રિસ્તરીય કાર્યક્રમનું આયોજન થયું છે. કાર્યક્રમના અધ્યક્ષ સુખ્યાત સર્જક ભાગ્યેશ જહા રહેશે. રસ ધરાવતા ભાવકો માટે વિના મૂલ્યે પ્રવેશ રહેશે.
ઉષા ઉપાધ્યાય, લતા હિરાણી, રક્ષા શુક્લ અને પ્રજ્ઞા વશી કાવ્યપાઠ કરશે. જાણીતા ગાયિકા માયા દીપક અને ડૉ. કૃતિ મેઘનાથી કાવ્યગાન કરશે. સંગીત હેતલ જીગ્નેશ રાવ અને સંચાલન ડૉ. મિતલ રાજગોર કરશે. મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. નારી ચેતનાના ઉલ્લાસને અભિવ્યકત કરતા આ કાર્યક્રમમાં જાહેર જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
Recent Comments