ગુજરાત

ગુજસીટોકના આરોપી નિખિલ દોંગાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

રાજકોટ જિલ્લાનો કુખ્યાત આરોપી નિખિલ દોંગા ગુજસીટોકના ગુના હેઠળ ભુજની હોસ્પિટલમાંથી સારવાર દરમિયાન ફરાર થઇ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભુજ હોસ્પિટલમાં રાત્રીના સમયે નિખિલના બે સાગરીતોએ પ્રવેશ કર્યો હતો અને બાદમાં રાત્રીના જ સમયે તેને હોસ્પિટલમાંથી ભગાડવામાં આવ્યો હતો જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

ગુજસીટોકના ગુના હેઠળ પકડાયેલ ગોંડલનો કુખ્યાત નિખિલ દોંગા ભુજ હોસ્પિટલમાં હતો એ દરમિયાન તારીખ ૨૮ માર્ચ ૨૦૨૧ની રાત્રે ૧૧.૪૨ વાગ્યે નિખિલના બે સાગરીત ભરત રામાણી અને ભાવિન ખૂંટ હોસ્પિટલમાં પ્રવેશ કરે છે ત્યારબાદ ૨૯ માર્ચ ૨૦૨૧ની મોડી રાત્રે ૦૧ઃ૧૬ વાગ્યે ભાવિન ખૂંટ અને નિખિલ હોસ્પિટલમાંથી બહાર નીકળે છે અને ત્યારબાદ સફેદ કલરની મારુતિ સ્વીફ્ટ કારમાં બેસી બંને ફરાર થઇ જાય છે.

કોઇ લોકો ને માલુમ ન પડે તે માટે આરોપીઓ દ્વારા દિમાગ લગાવી ફરાર થવા પ્લાન ઘડ્યો હતો અને પોલીસને ઊંઘતી રાખી ફરાર થઇ જઇ પોલીસને સીધો પડકાર ફેંક્યો છે. ભરત રામાણી અને ભાવિક ખૂંટ હોસ્પિટલમાં પ્રવેશ કરે ત્યારે બન્ને ચહેરા પર માસ્ક લગાવેલ હોય છે અને હાથમાં દર્દીને આપવા માટે કોઇ વસ્તુ થેલીમાં લઇને જાય છે. જાે કે પરત ફરતી વખતે કોઇને માલુમ ન પડે તે માટે ભરત રામાણીનું સફેદ ટી-શર્ટ તેમજ ચહેરા પર માસ્ક પહેરી નિખિલ અને ભાવિક બહાર આવે છે. જેમાં સામે આવેલ સીસીટીવીમાં સ્પષ્ટ જાેઇ શકાય છે કે ભાવિક ખૂંટ આગળ ચાલે છે અને તેની પાછળ ઝડપથી ચાલીને નિખિલ જાય છે બન્ને તેટલી જ ઝડપથી કારમાં બેસી ફરાર થઇ જાય છે.

Follow Me:

Related Posts