ગુરુપૂર્ણિમા નિમિત્તે વિશ્વગુરુની વંદના ‘વિશેષ શ્રાવણસુવાસ’ પુસ્તકનો ભવ્ય અને દિવ્ય વિમોચનસમારોહ
તા. ૨૧-૭-૨૦૨૪, રવિવારે સવારે દસ વાગ્યે સાંસ્કૃતિક સેન્ટર કોલેબ, સિંધુભવન માર્ગ ખાતે સુપ્રસિદ્ધ કવિ હરદ્વાર ગોસ્વામી અને રક્ષા શુક્લ લિખિત સંશોધન અને શાસ્ત્ર આધારિત ‘વિશેષ શ્રાવણસુવાસ’ પુસ્તકનો વિમોચન સમારોહ યોજાશે. ગુરુપૂર્ણિમાના દિવસે વિશ્વગુરુ ભોલેનાથની વંદના થશે. ભાવકોને જાહેર નિમંત્રણ છે.
ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવના હસ્તે પુસ્તકનું વિમોચન થશે અને અતિથિવિશેષમાં જાણીતા લેખક રમેશ તન્ના અને નવભારત સાહિત્ય મંદિરના રોનક શાહ ઉપસ્થિત રહેશે. સંચાલન યુવા સર્જક રાજ ભાસ્કર કરશે. કાર્યક્રમમાં શિવગાન સાથે સર્જક સાથે સંવાદ પણ યોજાશે. તિથિ પ્રમાણે મહાત્મ્ય આલેખતું ભારતીય ભાષાનું આ પ્રથમ પુસ્તક છે. પ્રવેશ નિ:શુલ્ક રહેશે. સંપર્ક : 9825032340
Recent Comments