ગુરુ પૂર્ણિમા નો મહીમાં ગૂગલ ગુરુ સામે માનવ ગુરુ મહાન
*જીવ સેવાઍજ પ્રભુ સેવા શીખવતાં સદગુરુ આધુનિક સમયમાં આજ પણ મહાન..* જ્ઞાતિ વાદ કે ધર્મ વાદ કરતાં દરેક જીવનું કલ્યાણ વાદ આજ પણ ગુરુના મુખે સાંભળવા મળે છે.
ટેકનોલોજી નાં યુગમાં આજનો વિદ્યાર્થી પોતાના સાચા ગુરુ ગૂગલ ને વધુ મહત્વ આપતો થયો છે.અને ગૂગલ ઘેલો થયો છે ત્યારે અંધકાર અને મુંજવણ જીવનમાં અનુભવે છે ત્યારે પોતાના સાચા માર્ગદર્શક કે પોતાના માતા પિતાના શરણોમાં ગયો છે…
અષાઢ મહિનાની પૂર્ણિમા ને આપણે ગુરુપૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ. આધુનિક સમયમાં ગુરુનું સ્થાન ગૂગલે લઈ લીધું છે. એક ટેરવે દુનિયાની તમામ માહિતી પલ ભરમાં આપણી સામે! અને આપણે ધન્યતા અનુભવીએ છીએ. બસ જીવનમાં શુ ઘટે ઘટે તો જિંદગી ઘટે! એવા આધુનિક સુવિધા વાળા કાળમાં ગુરુપૂર્ણિમાનાં મહત્વ ને સમજીએ તો આપણો દેશ ઉત્સવો નો દેશ છે. દરેક ઉત્સવોમાં કૈક ને કૈક વિશેષતા રહેલી છે.ખાસ કરીને ગુરુપૂર્ણિમાનાં તહેવાર ને વિશેષ માનવામાં આવે છે. જીવન ની દરેક પલ માં જેની અનુભૂતિ થાય તેવા ગુરુની પૂજા અર્ચના અને ઋણ ચૂકવવાનો દિવસ એટલે ગુરુપૂર્ણિમા પ્રાચીનકાળમાં વિદ્યાર્થી ગુરુ પાસે આશ્રમ શાળામાં રહી અને વિદ્યા પ્રાપ્ત કરતો અને અંતમાં ગુરુને યથા શક્તિ ગુરુદક્ષિણા આપતો ગુરુની પૂજાઅર્ચના કરી આશ્રમ માંથી પોતાના ઘરે આદર્શ માનવી બની પાછો ફરતો . આ બાબત થી આપણે સૌ પરિચિત છીએ. બીજું ચાર વેદોનું જ્ઞાન વ્યાસજીએ આપ્યું હતું અને આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહીએ છીએ. આ દિવસે આપણે પણ આપણાં ગુરુમાં વ્યાસજીના દર્શન કરી અને જેને પણ ગુરુ માનતા હોઈએ તેમની આ દિવસે પૂજા અર્ચના અને ભેટ સોગાતો આપીએ છીએ. લઘુ નથી તે ‘ગુરુ’ જે વ્યક્તિ એ આપણા જીવનમાં આવેલા અંધારા ને દુરકરવા જ્ઞાન આપ્યું કે સમજણ આપી કે સાચો માર્ગ બતાવ્યો તેને આપણે ગુરુ માનતા હોઈએ છીએ. પછી તે આપણાં શિક્ષક હોઈ કે માતા પિતા કે કોઈ પણ હોઈ આ દિવસે ખૂબ ખૂબ ધન્યતા અનુભવી અને ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરીએ છીએ. આ દિવસે ખરા અર્થના ગુરુ કેવા હોઈ સામાન્ય રીતે હાલમાં સરકારી પ્રાથમિક શાળામાં કામ કરતા ગુરુજનોની વાત કરીએ તો ગુજરાત રાજ્ય ના ભાવનગર જિલ્લાના પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં સેવા કરતા નાથાભાઇ નોંધાભાઈ ચાવડા ની વાત કરીએ તો તેવો લઘુમતી વિસ્તારના બાળકો ને સર્વાંગીણ વિકાસ સાથે દેશ પ્રેમ અને વિશ્વ શાંતિ ના પાઠો ભણાવતા પોતાના શિષ્યો ને જીવિકા લક્ષી શિક્ષણ સાથે જીવનલક્ષી શિક્ષણ આપી રહ્યા છે.ટાઈમ ટિફિન અને નાણાંની પરવા કર્યા વગર પોતાની ફરજ બજાવી રહ્યા છે.પોતાની શાળાના બાળકો માં સંસ્કાર સાથે સ્વાસ્થ્ય અને સર્વાંગીણ શિક્ષણ માટે અવનવા નવતર પ્રયોગ દ્વારા ભાર વગરનું ભણતર પણ આપી રહ્યા છે. આધુનિક સમયમાં ગુરુ શિષ્ય ના સબંધ ને જાળવી રાખવાનો આદર્શ પ્રયાસ સન્માનનીય છે. આજના દિવસે આવા ગુરુ ને યાદ કરીએ અને બીજા ગુરુ ને પણ પ્રેરણા મળે..
*આજે પણ વેદ ખોલો તો તમને તમારા ગુરુ વ્યાસ માત – પિતા કે મિત્ર કે માર્ગદર્શક કે કલ્યાણ મિત્ર નાં રૂપમાં દેખાશે*
Recent Comments