બોલિવૂડ

ગુલમોહરનું ટ્રેલર થઇ ગયુ છે રિલીઝ, શર્મિલા ટાગોરનું છે હટકે કમબેક

દરેક પરિવારમાં પ્રેમ અને વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે. આ માટે કહેવાય છે કે પ્રેમ અને વિશ્વાસથી તમે પૂરી દુનિયાને જીતી શકો છો. આમ, દરેક લોકો માટે ખુશીના સમાચાર એ છે કે ગુલમોહરનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. આ ટ્રેલરમાં હટકે ફેમિલીની કહાની છે. આ ટ્રેલર એક એવું છે જે તમે એક વાર જાેશો તો વારંવાર જાેવાનું મન થશે. ગુલમોહર ટ્રેલરમાં સંબંધો, પારિવારિક પ્રેમ અને પરિવારને એક સાથે રાખીને ફુલ ટુ ફેમિલીઅરથી ભર્યુ છે. પદ્મ ભુષણ અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્ગજ એક્ટ્રેસ શર્મિલા ટાગોર અને મનોજ વાજપેયી ફિલ્મના લીડ રોલમાં છે.

ફિલ્મને રાહુલ ચિત્તેલાએ ડાયરેક્ટ કરી છે. ‘ગુલમોહર’માં અમોલ પાલેકર, સિમરન, સૂરજ શર્મા, કાવેરી સેઠ અને ઉત્સવ ઝા સહિત અનેક કલાકરો છે. ‘ગુલમોહર’ ૩ માર્ચ ૨૦૨૩નાં રોજ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. ‘ગુલમોહર’ ત્રણમાં જનરેશનનાં એક પરિવારની કહાની છે. ફિલ્મમાં મનોજ વાજપેયી અરુણ બત્રાનું અને શર્મિલા ટાગોર કુસુમ બત્રાની ભુમિકા નિભાવી રહી છે. ફિલ્મની કહાની પૂરી બત્રાની આસપાસ ફરતી જાેવા મળે છે. ટ્રેલરમાં જાેવા મળી રહ્યુ છે કે બત્રા પરિવાર એમના ૩૪ વર્ષ જૂના ઘરને છોડવાની તૈયારીઓ કરી રહ્યા છે. આ ઘરની સાથે એમના અનેક પ્રકારના ઇમોશન્સ જાેડાયેલા છે. આ સાથે જ પારિવારિક સંબંધોમાં પણ ટકરાવની ઝલક આ ટ્રેલરમાં જાેવા મળે છે. ઘર છોડતી વખતે બત્રા પરિવારમાં અનેક પ્રકારની ઉથલ-પાથલ થાય છે.

માં-દિકરાના અણબનાવ અને પ્યાર, પિતા અને પુત્રની વચ્ચે વિખવાદ થતો જાેવા મળે છે. પારિવારિક સંબંધો પર ફિલ્મ બનાવવા માટે રાહુલ ચિત્તેલા કહે છે કે..”સમય બદલાઇ રહ્યો છે, દુનિયાના પ્રત્યેક લોકોનો દ્રષ્ટિકોણ અને વિશેષ રૂપથી પરિવારો પ્રત્યે સતત બદલાવ થાય છે અને સાથે વિકસિત પણ થઇ રહ્યો છે. મારી સહલેખિકા અર્પિતા મુખર્જી અને હું આ વાસ્તવિક્તાની એક કહાની માટે ક્યારના ઇચ્છુક હતા. આ ફિલ્મ દરેક ઉંમરના લોકોને પસંદ પડે એવી છે. આ ફિલ્મ તમને બત્રા પરિવારની સાથે-સાથે પ્રેમ અને એકતાનો પણ અનુભવ કરાવશે.”

Follow Me:

Related Posts