બોલિવૂડ

ગેંગસ્ટર બિશ્નોઇ દ્વારા ફરી એકવાર સલમાન ખાનને ધમકી

ફેમસ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા કેસમાં નામ બહાર આવ્યા હોય ગેંગસ્ટર બિશ્નોઇ ચર્ચામાં આવ્યો હતો. હાલ તિહાર જેલમાં બંધ બિશ્નોઇ જેલમાંથી રેકેટ ચલાવે છે અને હત્યાના કેસના સંદર્ભમાં પોલીસે તેના સાગરિતો ની ધરપકડ કરી છે. બોલિવૂડના ભાઈજાન સલમાન સામે અનેક વર્ષોથી કાળિયાર ને મારવાનો કેસ ચાલી રહ્યો છે અને સલમાનને જ કાળિયારને ગોળીથી વીંધી નાખ્યું હતું તેના પૂરવા સાથે કોર્ટમાં કેસ ચાલુ છે. બિશ્નોઇ સમાજમાં પૂજનીય ગણાતા કાળિયાર ને મારવાના આરોપી સલમાનને બિશ્નોઇએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને અગાઉ તે કોશિશ પણ કરી ચુક્યો છે. સલમાનને ખુલ્લે આમ ધમકી આપનાર બિશ્નોઇએ ગત મહિને સલમાનને અને તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી સાથે પત્ર લખ્યો હતો. ત્યારબાદ મુંબઈ પોલીસ દ્વારા સલમાનની સિક્યુરિટી વધારી દેવામાં આવી હતી. બિશ્નોઇ એ ફરી એકવાર આડકતરી રીતે સલમાનને ધમકી આપી છે અને કહ્યું છે કે, કાળિયારની હત્યાના કેસમાં સલમાન સમગ્ર બિશ્નોઇ સમાજની માફી માગે અને સલમાનની માફી બાદ જ સલમાનની હત્યા કરવાના પ્લાનને મુલતવી રાખવા વિશે વિચાર કરવામાં આવશે. આ વિગત સામે આવ્યા બાદ, મુંબઈ પોલીસ સલમાનની સિક્યુરિટી માટે કેવા પગલાં ભરે છે અને સલમાન ખાન તેની પર લાગેલા કાળિયારની હત્યાના આરોપને જાહેરમાં બિશ્નોઇ સમાજ સામે સ્વીકારી અને માફી માગે છે કે નહિ તે જાેવું રહ્યું.

Follow Me:

Related Posts