ગુજરાત સરકારનો આભાર માનતા કૌશિક વેકરીયા ગુજરાત સરકારે આજરોજ સમગ્ર રાજયની નગરપાલીકાઓ અને મહાનગરપાલીકાઓના અનધિકૃત
બાંધકામો નિયમબધ્ધ કરવા વટહુકમ બહાર પાડેલ છે. અમરેલી શહેરના આવા બાંધકામોને નિયમબધ્ધ કરવા માટે જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયાને અવાર– નવાર રજુઆતો મળતી હતી.આથી તેમણે મા.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને તત્કાલીન મહેસુલમંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીને લેખીત રજુઆતો કરેલ હતી.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જયારે અમરેલીના પ્રવાસે આવ્યા ત્યારે પણ રૂબરૂમા જોરદાર રજુઆતો કરેલી કૌશિક વેકરીયાની આ જહેમત
આજે રંગ લાવી.
ગુજરાત સરકારે આવા બાંધકામો નિયમિત કરવાની મંજુરી આપી આવા બાંધકામોમા માર્જીન,બિલરઅપ એરીયા, મકાનની ,ઉંચાઈ, ઉપયોગમા ફેરફાર, પ્રોજેકશન, ,આવા તમામ ગેરકાયદેસર બાંધકામો ઈમ્પેકટફી લઈ નિયમિત કરવાની જાહેરાતને જી૬ત્સિલા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયાએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતની ભાજપ સરકારાને અભિનંદન સહ આભાર માન્યો છે. આ જાહેરાત થી અમરેલી સહિત ગુજરાતના અનેક શહેરોના ગરીબ,મધ્યમ વર્ગ અને તમામવર્ગના લોકોને રાહત મળશે અને તેમની દિવાળી સુધરી જશે.
Recent Comments